ઓવૈસીના ગઢમાં ભાજપનો હુંકાર, યોગી આદિત્યનાથે હૈદરાબાદના ભાગ્યલક્ષ્મી મંદિરમાં કરી પૂજા, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Jul 2022 11:16 AM (IST)
1
ભાજપની રાષ્ટ્રિયકારિણીની બેઠકનો આજે છેલ્લો દિવસ છે. હૈદરાબાદમાં ચાલી રહેલી બે દિવસીય બેઠકના અંતિમ દિવસે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઓવૈસીના ગઢ હૈદરાબાદમાં ચારમિનાર સ્થિત ભાગ્યલક્ષ્મી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
રવિવારે સવારે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની એક ઝલક મેળવવા ચારમિનારમાં હિંદુ ભક્તોની કતાર લાગી હતી. યોગીની મુલાકાત પહેલા સુરક્ષા વધારી દેવામાં આવી હતી
3
યોગી આદિત્યનાથે અહીં પૂજા-આરતી કરી હતી. જે બાદ ત્યાં હાજર સમર્થકોએ ભારત માતા કી જય અને જય શ્રી રામના નારા લગાવ્યા.
4
આ સમયે ગોશામહાલના ધારાસભ્ય અને બીજેપી નેતા ટી રાજા સિંહ અને રાજ્ય બીજેપી અધ્યક્ષ બંદી સંજય પણ હાજર હતા.
5
ભાજપની રાષ્ટ્રિયકારિણીની બેઠકમાં ઉપસ્થિત રહેલા નેતાઓ.