સડક પરિવહન તથા રાજમાર્ગ મંત્રાલયે દેશમાં વધી રહેલી માર્ગ અકસ્માતની ઘટનાઓને ધ્યાને લઈને હવે બાઈક ચલાવવાના નિયમમાં તાજેતરમાં મોટા અને મહત્ત્વના ફેરફાર કર્યા છે. સરકારે બાઈક રાઈડર્સને માર્ગ અકસ્માતમાંથી બચાવવા માટે કેટલાક નવા નિયમ તૈયાર કર્યા છે. આ અંગે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાંસપોર્ટ એન્ડ હાઈવેએ એક ગાઈડલાઈન તૈયાર કરી છે. બાઈક ચાલકની સાથોસાથ પાછળ બેસનારા કેટલાક વ્યકિત માટે પણ નિયમ તૈયાર કરવામાં આવ્યા છે. સુરક્ષાના પગલાંને ધ્યાને લઈને નિયમમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જો તેનું પાલન નહીં થાય તો ચલણ કપાશે.
નવા નિયમ
- બાઈક સવાર માટે જાહેર કરવામાં આવેલી નવી ગાઈડલાઈન્સ અનુસાર બાઈકની પાછળ બેસનારાએ સીટની બંને તરફ પકડવાનું રહેશે.પાછળ બેસનારાની સેફ્ટી માટે આ ફરજિયાત બનાવાયું છે. એટલે કે, પાછળ બેસનારાએ બંને તરફથી પકડીને બેસવાનું રહેશે.
- બાઈકમાં પાછળ બેસનારા માટે બંને તરફ પગ રાખવા માટેના પેડલ બાઈકમાં હોવા જરૂરી છે. આ સિવાય બાઈકના પાછળના વ્હીલની જમણી બાજુનો ભાગ પૂરી રીતે કવર થયેલો હોવો જોઈએ. જેથી પાછળ બેસનારી વ્યક્તિના કોઈ કપડાં વ્હીલમાં અટવાઈ ન જાય. એટલે કે, બાઈકની પાછળ જમણી તરફ વ્હીલની ઉપર કવરિંગ જરૂરી છે
- આ સિવાય બાઈકમાં કન્ટેનર લગાવવાને લઈને પણ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે. જે અંતર્ગત કન્ટેનરની લંબાઈ 550mm અને પહોળાઈ 510 mm તેમજ ઊંચાઈ 500mmથી વધારે ન હોવી જોઈએ. જો કન્ટેનર પાછળની સીટ પર લગાવેલુ હશે તો બાઈક પર માત્ર ચાલકને જ બેસવા માટેની મંજૂરી મળશે.
-મંત્રાલય તરફથી બાઈકના ટાયરને લઈને પણ સ્પષ્ટતા કરવામાં આવી છે.જે અંતર્ગત વધુમાં વધુ 3.5 ટન વજન સુધીના વાહન માટે ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમની સલાહ આપવામાં આવી છે.-
-આ સિસ્ટમમાં સેન્સરની મદદથી ડ્રાઈવરને એ જાણકારી મળશે કે, બાઈકના ટાયરમાં હવાની સ્થિતિ શું છે.
શહેર તેમજ હાઈવે પર થતા બાઈકના અકસ્માતને અટકાવવા માટે સરકારે આ નિર્ણય લીધો છે. આ ગાઈડલાઈન્સ જાહેર કરી દેવામાં આવી છે. આવનારા દિવસોમાં મહામગરથી આ નવી ગાઈડલાઈન્સનો અમલ શરૂ થઈ જશે. સતત વધી રહેલા બાઈકના અકસ્માતને લઈને આ નવી ગાઈડલાઈન્સથી થોડો સુધારો થશે એવી આશા રાખવામાં આવી રહી છે.