નવસારી: આપણા સમાજમાં મોટાભાગે અનૈતિક સંબંધથી જન્મેલા બાળકોને તરછોડવાનો જુનો રિવાજ છે. આધુનિક સમયમાં સામાજિક સંસ્થાઓ દ્વારા અનેક વખત જાગૃતિ અભિયાન ચલાવવા છતાં પણ કેટલાક સંવેદનશીલ અને લાગણી હિન લોકો દ્વારા નવજાત બાળકોને નિર્જન વિસ્તારમાં તરછોડવાનો સિલસિલો યથાવત છે. ગણદેવીમાં એક નવજાતને બાપાસીતારામની મઢુલીની પાછળ તરછોડી દેવાતા કૂતરાઓ તેને ફાડી ખાતા બાળકીનું કરુણ મોત નીપજ્યું. આ ઘટનાની જાણ પોલીસને થતા ગણદેવી પોલીસે તપાસ હાથ ધરી છે.


આ અંગે વિગતે વાત કરીએ તો, નવસારીના ગણદેવી તાલુકામાંથી માતૃત્વને લજવતી ઘટના સામે આવી છે. જેમાં નિષ્ઠુર જનેતાએ જુના સિનેમા રોડ પાસેના બાપા સીતારામ મઢુલીની પાછળ પોતાની નવજાત દીકરીને મરવા માટે તરછોડી દીધી હતી. ભૂખ્યા સંભવિત શ્વાનના ટોળાએ બાળકીને ફાડી ખાતા તેનું કરુણ મોત નિપજ્યું હતું. કેટલાક સ્થાનિકોએ બાળકીના મૃતદેહને જોતા તાત્કાલિક ગણદેવી પોલીસને જાણ કરી હતી. પોલીસને જાણ થતા તાત્કાલિક બાળકીના મૃતદેહને ગણદેવી રેફરલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર લઈ જવામાં આવ્યું હતું. બાળકીના શરીરના અવશેષોને પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. ગણદેવી પોલીસે બાળકીને તરછોડનાર વાલી વારસની શોધખોળ શરૂ કરી છે અને સીસીટીવી તેમજ હ્યુમન ઇન્ટેલિજનની મદદથી કેસ ઉકેલવા તજવીજ શરૂ કરી છે.


સુરત સચિનમાં માતાએ તેમના બે માસુમ બાળકોને દૂધમાં ઝેર પીવડાવી પોતે પણ ઝેર ગટગટાવીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, ત્રણેયની હાલત ગંભીર હોવાથી તાબડતોબ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. ત્યાં તેમની હાલત સુધારા પર હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટના શું છે જાણીએ...


આપઘાત કરના મહિલાના આ બીજા લગ્ન છે, બંને બાળકો તેમના પહેલા લગ્નથી થયેલા છે. જો કે બીજી વખતના લગ્ન બાદ પણ તે પતિથી અલગ રહેતી હતી. બાળકોને કેમ મારવાનો પ્રયોસ કર્યો અને ખુદ પણ ક્યા કારણોસર જીવન ટૂંકાવવા ઇચ્છતી હતી. તે મુદ્દે હજુ કોઇ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી. પોલીસે તપાસ આ મામલે તપાસ હાથ ધરી છે. હાલ બે બાળકો અને માતા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યાં ત્રણેયની સ્થિતિ હાલ સુધારા પર છે.


સુરતની અન્ય ઘટનામાં  ત્રણ સંતાનની માતાએ આપઘાત કર્યો


તો બીજી તરફ સુરતના કામરેજમાં પણ એક  ચોંકાવનારી ઘટના બની છે. 3 સંતાનોની માતાએ આપઘાત કર્યો છે. 32 વર્ષીય પરણિતાએ પંખા સાથે ઓઢણી બાંધી ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. પતિની દારૂ પીવાની લતના કારણે તેણે આ પગલું ભર્યું હોવાની ચર્ચા છે. મૃતક પરણિતાનું નામ અલ્પાબેન હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર ઘટનાની જાણ કામરેજ પોલીસને કરવામાં આવતાં પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.