ગાંધીનગર: રાજ્યમાં 6 મહાનગરપાલિકાની વર્ષના અંતે છે ચૂંટણી એવામાં ચૂંટણી પહેલાં રાજ્ય સરકારે મોટી કવાયત શરૂ કરી દીધી છે. રાજ્યની મહાનગપાલિકાઓના સીમાંકનના વધારા સાથે નવા વોર્ડ અને બેઠકોમાં પણ વધારો થઈ રહ્યો છે. ગાંધીનગર, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, વડોદરા મહાનગરપાલિકાઓમાં નવેસરથી વોર્ડ અને બેઠકોનું જાહેરનામુ બહાર પડાયું છે.


- ગાંધીનગરમાં 3 વોર્ડ અને 12 બેઠકનો વધારો કરાયો છે. નવા સીમાંકન બાદ ગાંધીનગરમાં મનપામાં 11 વોર્ડ 44 કોર્પોરેટર્સ રહેશે.
- સુરતમાં એક વોર્ડ અને 4 બેઠકોનો વધારો કરાયો છે. હવે સુરતમાં મનપામાં 30 વોર્ડમાં 120 બેઠકો રહેશે.
- ભાવનગરમાં મનપામાં 13 વોર્ડ 52 બેઠક યથાવત છે.
- રાજકોટમાં મનપામાં 18 વોર્ડ 72 બેઠક યથાવત રહેશે.
- જામનગરમાં મનપામાં 16 વોર્ડ 64 બેઠક યથાવત
- વડોદરામાં મનપામાં 19 વોર્ડ 76 બેઠક બેઠક યથાવત

ચૂંટણી પહેલાં નવા જાહેરનામાંથી મહાનગરપાલિકાની રાજનીતિમાં ગરમાવો પણ આવી ગયો છે. સુરતમાં કૉંગ્રેસે આરોપ લગાવ્યો છે કે, સુરત શહેરમાં 2 નગરપાલિકા અને 27 ગામોનો સમાવેશ કર્યો છતાં એક જ વોર્ડનો વધારો કરાયો કારણ કે કૉંગ્રેસ ઓછી બેઠકો જીતે.