Ram mandir : અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઇ રહ્યો છે. જો કે 500 વર્ષના લાંબા ઇંતેજાર અને સંઘર્ષ બાદ આ ઘડી આવી હોવાથી દરેક લોકો તેના રાજયમાં રહીને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરી રહ્યાં છે. આ અવસરનો લાભ દરેક લોકો લઇ શકે માટે શાળામાં હાફ ડે રજા જાહેર કરી છે.ગુજરાત શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લેતા ગુજરાતની તમામ શાળામાં અડઘા દિવસની રજા જાહેર કરી છે.
તો બીજી તરફ પ્રાણ પ્રતિષ્ઠાને લઈ રાજકોટ મનપાએ પણ મહત્વનો નિર્ણય લીધો છે. 22 જાન્યુ.એ રાજકોટ મનપામાં અડધા દિવસની રજા જાહેર કરી છે. રાજકોટ મનપાની કચેરીઓમાં બપોરે અઢી વાગ્યે સુધી રજા રહેશે. પ્રાણ પ્રતિષ્ઠાને લઈ વડોદરાના વાઘોડિયા GIDCમાં રજા રહેશે, પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે વાઘોડિયાનગર પણ બંધ બંધ રહેશે.વાઘોડિયામાં 22 જાન્યુ.એ તમામ એસો.એ રજાની જાહેરાત કરી છે.
22 જાન્યુઆરીએ હિંમતનગર માર્કેટયાર્ડ પણ બંધ રહેશે. મોરબીનું હળવદ પણ 22 જાન્યુ.એ સ્વૈચ્છિક બંધ રહેશે. જેતપુર અને ઊંઝા માર્કેટ યાર્ડ પણ 22 જાન્યુએ બંધ રહેશે. ખેરગામ માર્કેટ યાર્ડની તમામ દુકાનો પણ બંધ રહેશે.થરાદના વેપારીઓ પર 22 જાન્યુ.એ બજાર પાળશે. વલસાડનું દાણા બજાર પણ 22 જાન્યુ.એ બંધ રહેશે. પોરબંદર માર્કેટયાર્ડ 22 જાન્યુઆરીએ બંધ રહેશે,. ભાવનગરમાં MKB યુનિ.માં 22 જાન્યુ.એ પરીક્ષા પણ મોકૂફ રાખવામાં આવી છે. આ પરીક્ષા 22ને બદલે 24 અને 27 જાન્યુ.એ પરીક્ષા લેવાશે.