આણંદઃ આણંદના ખંભાતમાં ગેસ ગળતરમાં એક વ્યક્તિનું મોત થયાના સમાચાર છે. મળતી જાણકારી અનુસાર, આણંદના ખંભાતમાં ગેસ ગળતરના કારણે એક યુવકનું મોત થયુ હતું. સોખડાની કલોરિન કંપનીમાં કામ કરતા યુવાનનું ગેસ ગળતરથી મોત થયું છે.


માહિતી પ્રમાણે કંપનીનું નામ કરણ ઈન્ટરમીડિયેટ હોવાની માહિતી છે. હાલ તો મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જેથી હોસ્પિટલની બહાર કલમસર ગામના લોકોના ટોળા ઉમટ્યા છે.


Indore Blast: ઈન્દોરમાં બોંબ વિસ્ફોટ, બેનાં મોત, 15 ઘાયલ


મધ્યપ્રદેશના ઈન્દોરમાં બે પક્ષો વચ્ચેના વિવાદ બાદ બોમ્બ વિસ્ફોટનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, આ ઘટનામાં બે લોકોના મોત થયા છે, જ્યારે 15થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ઘટનાસ્થળે તણાવને જોતા ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના ઈન્દોરના બડગોંડ પોલીસ સ્ટેશન વિસ્તારના બેરછા વિસ્તારમાં બની હતી. પોલીસ આ મામલાની તપાસમાં લાગી ગઈ છે.


શું છે મામલો


પ્રાપ્ત માહિતી અનુસાર બડગોંડ પોલીસ સ્ટેશન વિસ્તારના બેરછા ગામમાં બે પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો. જે બાદ બંને પક્ષો સામસામે આવી ગયા હતા. તે જ સમયે એક યુવક બોમ્બ સાથે સ્થળ પર પહોંચી ગયો. એવું કહેવામાં આવ્યું છે કે ત્યાં 15 ઓગસ્ટની તૈયારીઓ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન ગ્રામજનોનું ટોળું પણ એકત્ર થઈ ગયું હતું. એવું કહેવાય છે કે યુવક ભીડની વચ્ચે પહોંચ્યો અને ત્યાં બોમ્બ ઉડાવી દીધો.





મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જે બોમ્બ સ્થળ પર વિસ્ફોટ કરવામાં આવ્યો હતો તેને સેનાની ફાયરિંગ રેન્જમાં છોડી દેવામાં આવ્યો હોવાનું કહેવાય છે. વિસ્ફોટ એટલો જોરદાર હોવાનું કહેવાય છે કે આસપાસના ગામોમાં પણ ગભરાટ ફેલાઈ ગયો હતો. ઘટના દરમિયાન બોમ્બ વિસ્ફોટ કરનાર યુવક પણ તેની ઝપેટમાં આવી ગયો અને તેનું મોત નીપજ્યું.


 


Gopal Italiya એ કહ્યું, ભાજપે ચૂંટણીલક્ષી જાહેરાત કરી છે, ગ્રેડ પે અરવિંદ કેજરીવાલ આપશે


AHMEDABAD : કોંગ્રેસે પોલીસકર્મીઓ માટે ભંડોળની જાહેરાતને હાસ્યાસ્પદ અને પોલીસકર્મીઓની મજાક ગણાવી


Asia Cup 2022: ભારત-પાકિસ્તાન મેચની ટિકિટનું બુકિંગ આ દિવસે શરુ થશે, એશિયન ક્રિકેટ કાઉન્સિલે તારીખ જાહેર કરી


Pics: વાણી કપૂરે પોતાના સ્ટાઇલિશ લૂકને કર્યો ફ્લૉન્ટ, ન્યૂડ મેકઅપ અને બૉલ્ડ ડ્રેસમાં તસવીરો વાયરલ