દમણઃ કોરોનાના કેસમાં સતત વધારો થતા કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં એકથી આઠ ધોરણના ઓફ લાઇન વર્ગો બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. મળતી જાણકારી અનુસાર દમણ જિલ્લાની તમામ સરકારી / અર્ધ સરકારી / ખાનગી પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ ઇન્ચાર્જ આચાર્યશ્રીઓને જણાવવાનું કે ઉચ્ચ અધિકારીના આદેશ અનુસાર COVID-19 ના કેસ વધવાના કારણે આવતી કાલ એટલે કે ૦૬/૦૧/૨૦૨૨ ને ગુરુવારના રોજથી નવો આદેશ થાય નહિ ત્યાં સુધી ધોરણ ૧ થી ૮ ના ઓફ લાઈન વર્ગો બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે અને ધોરણ એક થી આઠ ધોરણના  ઓનલાઈન વર્ગો શરૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. દરેક વિદ્યાર્થીઓને આજ રોજ ફોન અથવા મેસેજ દ્વારા આવતી કાલથી શાળા બંધ થવાની છે તેની જાણ કરવું.


પંચમહાલ જિલ્લામાં કોરોના વિસ્ફોટ


પંચમહાલ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોમાં વિસ્ફોટ થયો છે. આજે જિલ્લામાં 26 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં જ 21 કેસ નોંધાયા, જ્યારે ગોધરા તાલુકામાં 1 અને હાલોલ તાલુકામાં 4 કેસ નોંધાયા છે. ગોધરા ખાતે આવેલ સરકારી નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતા 10 ઉપરાંત વિદ્યાર્થીઓ પણ આવ્યા કોરોનાની ઝપેટમાં આવ્યા છે. હાલ તમામ પોઝિટિવ દર્દીઓને હોમ આઈસોલેટ કરાયા છે. ગઈ કાલે પણ જિલ્લામાં 14 પોઝેટીવ કેસ પૈકી ગોધરાના 12 પોઝેટીવ કેસ નોંધાયા હતા.


 


PM Modi Punjab Rally: PM મોદીની ફિરોઝપુર રેલી રદ, ગૃહ મંત્રાલયે પંજાબ સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો


દેશમાં તરુણોની વેક્સિનને લઈને મોટા સમાચારઃ ત્રણ જ દિવસમાં એક કરોડથી વધુ તરુણોએ લીધો રસીનો પહેલો ડોઝ


Surat corona high alert : કોરોના કેસો વધતાં સુરત હાઈ એલર્ટ પર, જાણો મ્યુનિ. કમિશનરે શું આપ્યો આદેશ?


Gujarat Corona Guideline : ગુજરાત પોલીસે કોરોના સંક્રમણને પગલે લીધો વધુ એક મોટો નિર્ણય, જાણો શું કરી જાહેરાત?