Agriculture News: દેશના અનેક રાજ્યોમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર થઈ ગયો છે. આ ભીષણ ગરમીથી બચવા લોકો કૂલર અને એસીનો સહારો લઈ રહ્યા છે પરંતુ જાનવરો પાસે ગરમીથી બચવાનો કોઈ વિકલ્પ નથી. મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં એક ખેડૂતો પોતાની ભેંસોને ગરમીથી બચાવવા અનોખો જુગાડ કર્યો છે.
ભેંસોએ દૂધ આપવાનું ઓછું કરતાં આવ્યો વિચાર
વાશિમના ઉમરા ગામમાં રહેતા પ્રવીણ કાલે પાસે 13 ભેંસ છે. છેલ્લા થોડા દિવસોથી વિદર્ભમાં તાપમાન 42 ડિગ્રીને પાર થઈ ગયું છે. આ તાપમાનની અસર તેની ભેંસો પર પણ થઈ. ભેંસોએ દૂધ ઓછું આપવાનું શરૂ કર્યું. જેની અસર તેના ધંધા પર જોવા મળી.
ખેડૂતે આ પરેશાનીથી બચવા અનોખી રીત વિચારી, તેણે એક મોટર લીધી અને 6 ફોગરને તબેલાની છત પર લગાવી તેને પાઇપ સાથે જોડી દીધા. ફોગર સાથે જોડાયેલી પાઈપ પાણીની ટાંકીમાં નાંખી. સોલર પાવરની પ્લેટ વડે ફૂવારા જોડ્યા. આ રીતે ખેડૂતે તેની ભેંસોને તાપમાનથી રાહત આપી. આ જુગાડમાં તેને માત્ર પાંચ હજાર રૂપિયાનો જ ખર્ચ થયો. આમ પણ ખેડૂત કે પશુપાલક માટે તેમના માલઢોર જ સર્વસ્વ હોય છે અને તેમના માટે ગમે તે કરવા તૈયાર થતા હોય છે.
આ પણ વાંચોઃ
Natural Farming: PM મોદીએ પ્રાકૃતિક ખેતીને લઈ ગુજરાતના ખેડૂતોને શું કરી હાકલ ? જુઓ વીડિયો
Coronavirus: કોરાના હજુ ખતમ નથી થયો, સાઉથ આફ્રિકામાં વૈજ્ઞાનિકોએ ઓમિક્રોનના બે નવા પેટાવંશ શોધ્યા
Astrology Tips: સફળતા મેળવવા ઘોડાની નાળનો આ રીતે કરો ઉપયોગ, ચુંબકની જેમ ખેંચાઈને આવશે રૂપિયા
IPL 2022: જાડેજાની CSK માટે આવ્યા માઠા સમાચાર, 14 કરોડમાં ખરીદેલો આ સ્ટાર ખેલાડી સીઝનમાંથી થયો બહાર
Covid-19 XE Variant: કોરોનાના XE વેરિઅન્ટના લક્ષણ આવ્યા સામે, આ રીતે રાખો સાવધાની