Panchmahal: પંચમહાલ જિલ્લાના વડુંમથક ગોધરામાં ટ્રેનની અડફેટે અજાણ્યા યુવકનું મોત થયું છે. ગોધરા રેલવે સ્ટેશન નજીક તેમજ કાસુડી રેલવે સ્ટેશન નજીક ડાઉન ટ્રેક પર આ બનાવ બન્યો છે. મરણ જનાર યુવકના જમણા હાથના ભાગે AD લખાણ જોવા મળ્યું છે. ઘટનાની જાણ થતા જ રેલવે GRP પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવકના મૃતદેહનો કબજો મેળવી ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. મૃતક યુવક ના વાલીવારસોની ભાર મેળવવા માટે રેલવે પોલીસ દ્વારા પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે.
ભરૂચના દહેજમાં ફેક્ટરીમાં આગની ઘટનામાં સહાયની જાહેરાત
ભરૂચના દહેજમાં ગઈકાલે 10 એપ્રિલે ઘટેલી મોટી આગ દુર્ઘટનામાં ભોગ બનેલા કામદારો માટે પ્રધાનમંત્રી રાહતકોષમાંથી સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ આગ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા અને ઘાયલ થયેલા કામદારો માટે પ્રધાનમંત્રી રાહતકોષમાંથી સહાય આપવામાં આવશે. આ અંગે વડાપ્રધાન કાર્યાલય - PMO દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે કે આગની આ ઘટનામાં ભોગ બનનાર મૃત્યુ પામેલા કામદારોના પરિવારજનોને બે લાખ રૂપિયા અને ઘાયલ થયેલા કામદારોને 50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે.
ખંભાત જૂથ અથડામણ મામલે પોલીસે કરી મોટી કાર્યવાહી
આણંદના ખંભાતમાં ગઈકાલે 10 એપ્રિલે રામનવમીના દિવસે થયેલી જૂથ અથડામણમાં હવે પોલીસે મોટી કાર્યવાહી છે. પથ્થર મારો કરી શહેરની શાંતિ ડહોડવાનો પ્રયાસ કરનાર વિરુદ્ધ પોલીસે કાર્યવાહી છે. ખંભાત શહેર પોલીસે 61 લોકો વિરુદ્ધ નામ જોગ ફરિયાદ દાખલ કરી છે અને અન્ય 100 લોકોના ટોળા વિરુદ્ધ પણ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આ સાથે જ પોલીસ દ્વારા તોફાની તત્વોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે. આ સાથે જ ખંભાત પોલીસે જૂથ અથડામણમાં સામેલ તોફાની તત્વોની પણ ક્રોસ ફરિયાદ નોંધી છે. શોભા યાત્રામાં શામેલ 4 લોકો તેમજ 1હજારના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.