Panchmahal: પંચમહાલના ગોધરા તાલુકાના કાકણપુર નજીક પાનમ કેનાલમાં ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું છે. શિવપુરી પાસેથી પસાર થતી પાનમ માઈનર કેનાલમાં ગાબડું પડ્યું છે. કેનાલમાં ગાબડું પડવાના કારણે પાણીનો મોટા પ્રમાણમાં બગાડ થઈ રહ્યો છે. સ્થાનિક ખેડૂતો પાળા બાધી પાણીનો બગાડ અટકાવવા પ્રયાસ કરી રહ્યા છે. 6 મહિના પહેલાં કેનાલનું સમાર કામ કરવામાં આવ્યું હોવાનો ખેડૂતોનો આરોપ છે.
બનાસકાંઠાની ઓત્રોલ કેનાલમાં ગાબડું
બનાસકાંઠા જિલ્લાના થરાદના ઓત્રોલ માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું છે. કેનાલમાં ગાબડું પડવાના કારણે નજીકના ખેતરોમાં પાણી ફરી વળ્યું છે. આ કેનાલની આસપાસના ખેતરોમાં રાયડો, એરંડો તથા જીરું જેવા પાકનું વાવેતર કરવામાં આવેલું હતું. કેનાલમાં ગાબડું પડવાથી વિવિધ પાકમાં પાણી ફરી વળ્યું છે જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. જેના કારણે ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો છે કે આ રીતે કેનાલમાં ગાબડાં પડતાં ખેડૂતોએ અથાગ મહેનત કરીને પકવેલા મહામૂલા પાકને નુકસાન પહોંચે છે. કેનાલની અધુરી સાફ-સફાઈ અને હલકી ગુણવત્તાના કારણે વારંવાર કેનાલમા ગાબડા પડતા હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે.
વારંવાર પડતાં ગાબડાંથી સર્જાય છે પ્રશ્નો
વારંવાર કેનાલમાં પડતા ગાબડાં એ ખેડૂતો માટે મોટી મુશ્કેલીનું કારણ બને છે ત્યારે જ્યાંથી કેનાલ પસાર થતી હોય અને આસપાસ ખેતર હોય તેવી જગ્યાએ કેનાલનું બાંધકામ કાચું હોવાનો પ્રશ્ન ઉભો થાય છે. આવી જગ્યાઓએ માટી અને સિમેન્ટની કોથળીઓ મૂકીને પુરાણ કરવામાં આવતું હોય છે અને પાણીનો પ્રવાહ આવતા માટી ધસી પડતી હોય છે તેના કારણે ગાબડાં પડવાની સમસ્યા સર્જાતી હોય છે અને મહામહેનતે પકવેલા પાકનો સોંથ વળી જતો હોય છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો મોટો નિર્ણય, ભેટ-સોગાદોની કરશે હરાજી
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટો નિર્ણય કર્યો છે. જે મુજબ તેમને મળેલી ભેટ-સોગાદોની હરાજી કરવામાં આવશે. હરાજીમાંથી મળનારી રકમ દીકરીઓના અભ્યાસ માટે વપરાતાં. સચિવાલયમાં કામ કરતા વર્ગ 4ના કર્મચારીઓની દીકરીઓના અભ્યાસ માટે નાણાં અપાશે. મુખ્યમંત્રીએ તોષખાનાની ભેટ - સોગાદોનો સર્વે કરવા અધિકારીઓને સૂચના આપી છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રણાલી શરૂ કરી હતી. વડાપ્રધાન બન્યા બાદ પણ મોદીએ આ પદ્ધતિ શરૂ રાખી છે અને સમયાંતરે ભેટમાં મળેલી વસ્તુઓની હરાજી કરતા રહે છે