Panchmahal News: વરસાદ બાદ મોટા પ્રમાણમાં સરીસૃપો બહાર નીકળી આવ્યા છે. આ દરમિયાન પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્નેક બાઇટન છ જેટલા કેસ નોંધાયા હતા.એક જ દિવસમાં જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં સ્નેક બાઈટના છ જેટલા કેસ સામે આવ્યા છે. શહેરા, ગોધરા, કાલોલ તાલુકાના નાંદરવા, ગુનેલી જંત્રાલ, લાકોડના મુવાડા ગામે ઝેરી સાપ કરડવાના કેસ આવ્યા સામે છે. તમામ દર્દીઓને 108 મારફતે સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સ્નેક બાઈટ ના પાંચ દર્દીઓની સારવાર બાદ હાલત સ્થિર જ્યારે એક દર્દીને ICU માં દાખલ કરવામાં આવ્યા છે.


ચોમાસામાં સર્પદંશ થવા પાછળ સર્પ વિશેષજ્ઞો ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી ઉપરાંત સાપનાં ઈંડાંમાંથી બચ્ચાં નીકળવાના સમયને કારણભૂત માને છે.  ગુજરાતમાં જોવા મળતી લગભગ 60થી 62 જેટલી પ્રજાતિઓમાંથી માત્ર ચાર સાપના દંશ મનુષ્યો માટે જીવલેણ સાબિત થઈ શકે છે. જોકે, સર્પદંશ થાય ત્યારે એક મિનિટનો પણ સમય બગાડ્યા વિના તાત્કાલિક સારવાર મળી જાય તો જીવ બચાવી શકાય છે. ગુજરાત સહિત ભારતમાં સર્પદંશથી થતા સૌથી વધુ મૃત્યુ પાછળ મુખ્યત્વે ચાર ઝેરી સાપ કારણરૂપ હોય છે. જેમાં નાગ (ઇન્ડિયન કોબ્રા), કાળોતરો (ઇન્ડિયન ક્રેટ), ખડચિતળો (રસેલ્સ વાઇપર) અને ફૂરસો (સો સ્કેલ્ડ વાઇપર)નો સમાવેશ થાય છે. જાણકારોના મતે, બીજો કોઈ ઉપાય ન હોય ત્યારે જ તે પોતાના બચાવના આખરી ઉપાય તરીકે મનુષ્યને કરડે છે. સાપને છંછેડો નહીં અને એની હાજરીથી તમે ગભરાઈ ન જાવ તો તે શાંતિથી તમારા પગ પરથી પણ સરકી જશે.


સર્પ દંશ વખતે શું ધ્યાન રાખશો


સાપ કરડ્યો હોય એ જગ્યાને પાણીથી ધોવી જોઈએ. શક્ય હોય એટલું ઝેર હાથ વડે કાઢવાનો પ્રયત્ન કરવો જોઈએ. સાપ કરડ્યો હોય એ જગ્યા પર મોં અડાવવું જોઈએ નહીં. આવું કરવાથી ઝેર કાઢવા પ્રયત્ન કરનારી વ્યક્તિનો જીવ જોખમમાં મૂકાઈ શકે છે. સાપ કરડે ત્યારે દવાખાન જઈને CTBT તપાસ કરાવવી જોઈએ. તેનાથી ખબર પડશે કે, સાપ ઝેરી છે કે નહી. બિન ઝેરી સાપ કરડે તો TT ઈન્જેક્શન આપવામાં આવે છે. ઝેરી સાપ કરડ્યો હોય, તો ડૉક્ટર યોગ્ય સારવાર કરે છે. જેથી વ્યક્તિનો જીવ જોખમથી બહાર આવી જાય છે.