Panchmahal News: મોરવા હડફના ભંડોઈ ગામમાં મહિલાને માર મારી નિર્વસ્ત્ર કરી ગામમાં ફેરવવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. યુવતી ભગાડી જવાના મામલે યુવકની માતાને માર મારી કપડાં ફાડી નાખી નિર્વસ્ત્ર કરી ઝાડ સાથે બાંધી માર મારવામાં આવ્યો છે. નિર્વસ્ત્ર મહિલાને ગામમાં ફેરવવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. સમગ્ર મામલે મોરવા હડફ પોલીસ મથકે 5 ઇસમો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદના આધારે સમગ્ર ઘટનામાં સંડોવાયેલા 1 પુરુષ અને 4 મહિલાઓની પોલીસે ધરપકડ કરી છે. સમગ્ર મામલાના ફોટો કે વિડીયો હજુ સુધી સામે આવ્યો નથી.
રાજ્યમાં ફરી એકવાર મારામારીની ઘટના ઘટી છે જેમાં મોટા પ્રમાણમાં લોકો ઘાયલ થયાના સમાચાર છે, દાહોદના જુની કોર્ટ વિસ્તારમાં કેબલ હટાવવાની એક નજીવી બાબતે બે જૂથો આમને સામને આવી ગયા અને તલવારો અને લાકડીઓથી એકબીજા પર હુમલો કરી દીધો હતો, આ હુમલામાં 13 લોકો ઘાયલ થયા છે. આ ઘટના ધાર્મિક પ્રસંગની તૈયારીઓ દરમિયાન ઘટી હતી.
દાહોદ જિલ્લાના ટાઉન પ્લેસમાં જુની કોર્ટ વિસ્તારમાં એક કેબલ હટાવવાની નજીવી બાબતને લઈને એકજ કોમના બે જૂથો વચ્ચે તલવારો ઉછળી હતી, અને બે પક્ષના 13 લોકો થયા ઘાયલ થયા હતા. તમામ લોકોને શહેરની ઝાયડસ હૉસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની વિગતો એવી છે કે, દાહોદ શહેરમાં આવેલા જુની કોર્ટ વિસ્તારમાં એક જ કોમના બે જૂથો વચ્ચે મારમારીની ઘટના ઘટી છે, બન્ને જૂથો વચ્ચે મારામારીની ઘટના એવા સમયે બની જ્યારે શહેરમાં ખાતે ધાર્મિક પ્રસંગની તૈયારીઓ ચાલી રહી હતી. આ તૈયારીઓમાં લોકો ત્યાં ટેન્ટ અને અન્ય વસ્તુઓ લગાવી રહ્યાં હતા, તે સમયે ત્ાં કેબલ લગાવવા જતાં ત્યાંની મહિલાઓએ વિરોધ કર્યો અને કહ્યું કે, કેબલ વાયર અહીંથી થોડેક ઉપર લગાવો. આ બાબતને લઈને મામલો બિચકયો હતો, બન્ને જૂથો વચ્ચે તકરાર ઉગ્ર બનતા સામસામે લાકડીઓ અને તલવારો લઇને મારામારીમાં ઉતરી ગયા હતા. બે જૂથો વચ્ચે તલવારોથી મારામારી થતાં શહેરમાં દુકાનો પણ ટપોટપ બંધ થઇ ગઇ હતી. રસ્તા પર થયેલી આ મારામારીની ઘટનાની જાણ પોલીસને થઇ અને પોલીસ આવે તે પહેલા 13 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, આ ઘટનામાં પટેલ પરિવારના 11 લોકો ઈજાગ્રસ્ત થયા હતા તેઓને 108ની મદદથી દાહોદની ઝાયડસ સિવિલ હૉસ્પીટલ અને અન્યને બેને ખાનગી હૉસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટનામાં સામે પરિવારના બે લોકોને પણ માથાના ભાગ ઈજાઓ થઇ હતી, તેઓને ખાનગી હૉસ્પીટલમાં ખાતે સારવાર આપવામાં આવી હતી, ઘટનાને લઇ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.