અમદાવાદ : ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.  રાજ્ય સરકાર દ્વારા કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણને જોતા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વીની કુમારે જણાવ્યું કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિર્ણય લીધો છે કે રાજ્યની તમામ 31 Covid હોસ્પિટલોમાં કોરોના વાયરસના દર્દીની મફત સારવાર કરવામાં આવશે.


31 ખાનગી હોસ્પિટલો પાસે સરકારે બે મહિનાનો કરાર કર્યો છે.  કરાર આધારિત તમામ પ્રકારની સારવાર મફત કરવામાં આવશે. રાજ્ય સરકારના ખર્ચે તમામ વ્યવસ્થા કરવામાં આવશે. રાજ્ય સરકાર દવા અને PPE કીટ આપશે. દર્દીના સારવાર કરનારા સ્ટાફમાંથી કોઇનું અવસાન થાય તો મૃતકના પરિવારજનોને 25 લાખની સહાય કરવામાં આવશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જિલ્લા કલેક્ટર સાથે  વાત કરી હતી.  20 એપ્રિલથી બાદ તબક્કાવાર કેટલાક એકમોને છૂટ અપાશે. નિયમના પાલન સાથે ઉદ્યોગ શરૂ કરી શકાશે. APMCમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તે જરૂરી. વર્ગ-3 અને વર્ગ-4ના ત્રીજા ભાગના કર્મચારીને જ બોલાવાશે. હોટસ્પોટ અને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવતી ઓફિસ બંધ રહેશે.