PM Modi Gujarat Visit: વડાપ્રધાન મોદી આ અઠવાડિયામાં બે વખત ગુજરાતના મહેમાન બનવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે 22મી ફેબ્રુઆરીના રોજ એક દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આજ સપ્તાહમાં ફરી 24 અને 25 ફેબ્રુઆરીના રોજ જામનગર અને રાજકોટની મુલાકાતે આવશે.


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ



  • 22મી ફેબ્રુઆરી 2024 ગુરુવારના કાર્યક્રમ

  • 8:50 દિલ્લીથી નીકળી 10:20 કલાકે અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન

  • 10:40 કલાકે PM નરેન્દ્ર મોદી સ્ટેડીયમ પહોચશે

  • 10:45થી 11:45 GCMMF આયોજિત સહકાર સંમેલનમાં હાજરી આપશે

  • 12 કલાકે હેલીકોપ્ટરથી મહેસાણા જવા રવાના થશે

  • 12:35 કલાકે મહેસાણા પહોચશે

  • 12: 45થી 12: 55 દરમિયાન તરભ મંદિરમાં કરશે દર્શન

  • 1 કલાકે તરભ ખાતે વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે

  • 2:45 કલાકે અમદાવાદ એરપોર્ટ આવશે અને હેલિકોપ્ટર બદલી સુરત રવાના થશે

  • 4:15 કલાકે નવસારી ખાતેનાં મિત્ર પાર્કમાં કાર્યક્રમમાં પહોચશે  

  • 4:15થી 5: 15 જાહેર કાર્યક્રમ અને સભાને સંબોધશે

  • 6 કલાકે કાકરાપાર પહોચશે

  • 6:15થી 6:45 દરમિયાન કાકરાપાર એટોમિક પાવર પ્રોજેક્ટની મુલાકાત

  • 7:35 સુધી સુરત એરપોર્ટ પહોચશે અને વારાણસી જવા રવાના થશે


24મી ફેબ્રુઆરી 2024 શનિવારના રોજ PM ફરી ગુજરાત આવશે



  • રાત્રે 9:10 કલાકે જામનગર આગમન અને રાત્રિરોકાણ


25મી ફેબ્રુઆરી 2024, રવિવાર



  • સવારે 7:35 કલાકે બેટ દ્વારકા આગમન

  • 7:45થી 8:15 દરમિયાન બેટ દ્વારકા મંદિર દર્શન  

  • 8:25થી 8:45 સિજ્ઞેચર બ્રિજનું લોકાર્પણ કરશે  

  • બાદમાં દ્વારકા રવાના

  • 9:30 કલાકે દ્વારકાધીશ મંદિર દર્શન કરશે

  • 12:55 કલાકે જાહેર સભા , ખાતમુહૂર્ત અને લોકાર્પણ

  • 2:15 કલાકે રવાના થઈ 3:20 કલાકે રાજકોટ AIIMS હેલિપેડ આગમન

  • 3:30થી 3:45 રાજકોટ AIIMSની મુલાકાત લેશે  

  • 4:45 કલાકે રેસકોર્ષ મેદાનમાં જાહેર સભા , ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યો

  • કાર્યક્રમ પતાવીને રાત્રે 8 કલાકે રાજકોટ એરપોર્ટથી દિલ્લી રવાના  


વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 22 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન, તેઓ ગુજરાત માટે અનેક વિકાસકાર્યોની ભેટ લઇને આવી રહ્યા છે, ત્યારે મહેસાણા ખાતે તેઓ વિવિધ વિભાગો હેઠળ ₹13,000 કરોડથી વધુના ખર્ચે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવા જઇ રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ કાર્યક્રમ દરમિયાન મહેસાણા ખાતે ઉપસ્થિત રહેશે.


આ પણ વાંચોઃ


પીએમ મોદી ગુરુવારે વાળીનાથ મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં રહેશે ઉપસ્થિત, જાણો શું છે આ મંદિર સાથે જોડાયેલી લોકવાયકા અને વિશેષતા


બ્રશ કરતી વખતે તમારા દાંતમાંથી પણ આવી રહ્યું છે લોહી? હોઈ શકે છે ખતરનાક બીમારીનું લક્ષણ