ગાંધીનગર: આજે પીએમ મોદીનો 67મો જન્મદિવસ છે. જે નિમિત્તે તેઓ ગુજરાતની મુલાકાતે છે. માતા હિરાબાના આશીર્વાદ લીધા બાદ તેઓ દિવ્યાંગો માટેના કાર્યક્રમમાં હાજરી આપશે. આ દરમિયાન ચાર વિશ્વવિક્રમ સર્જાશે. આ કાર્યક્રમોમાં પીએમ મોદી આ વર્લ્ડ રેકોર્ડ બનાવશે.

  1. આજે એટલે કે શનિવારે બપોરે પીએમ મોદીના કાર્યક્રમમાં 1 વાગ્યે એક હજાર એક જેવી ડિઝાઈન વાળી વ્હીલચેર પર હજાર દિવ્યાંગ બાળકો બેસશે, પહેલા આ રેકોર્ડ યુએસમાં 2010માં બન્યો હતો જ્યાં 346 દિવ્યાંગ બાળકો બેઠા હતા

  2. પીએમ એક સાથે 17 હજાર દિવ્યાંગો માટે સાંધન સામગ્રી વિતરણ કરશે.

  3. એક હજાર મૂક બધિરોને ડિજિટલ હિયરિંગ એડ આપવામાં આવશે. આ પહેલા આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયામાં બન્યો હતો.

  4. સુરતમાં 20 શેફ મળીને તૈયાર કરશે 12 ફિટ ઉંચા અને અઢી ટન ચોકો બૈરી બર્થ ડે કેક જેથી પોલેંડનો રિકોર્ડ તૂટશે