અમદાવાદ: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી 22મી ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે આવશે. અમદાવાદમાં યોજાનાર કબડ્ડી વલ્ડકપના ફાઈનલના સમાપન સમારોહમાં હાજરી આપશે.
જે બાદ વડોદરા એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગના ઉદ્ઘાટન કરશે. મહત્વનું છે કે છેલ્લા બે મહિમાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીનો આ ચોથો ગુજરાત પ્રવાસ હશે. પહેલા પીએમ જામનગરમાં સૌની યોજનાના ઉદ્ઘાટન કરવા માટે ગુજરાત આવ્યાં હતા. જે બાદ 16 અને 17 સપ્ટેમ્બરે ગુજરાતના પ્રવાસે આવ્યાં હતા.