નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં વિશ્વ નદી દિવસ પર ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે. આપણે ત્યાં નદીને માતા માનવાની પરંપરા છે. આપણે ત્યાં ઘરમાં બાળકો દરેક દિવસને યાદ રાખે છે પરંતુ એક દિવસ એવો છે જે આપણે બધાએ યાદ રાખવો જોઈએ. આ દિવસ વિશ્વ નદી દિવસ છે અને તે ભારતની પરંપરા સાથે ખૂબ સુસંગત છે.
પીએમ મોદીએ કહ્યું કે, આપણા દેશમાં કહેવાય છે કે “पिबन्ति नद्यः, स्वय-मेव नाम्भः'' અર્થાત નદીઓ પોતાનું જળ ખુદ નથી પીતી પરંતુ પરોપકાર માટે આપે છે.
શું કહ્યું મોદીએ
મોદીએ કહ્યું, ભારતના પશ્ચિમ ભાગના રાજ્યો ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાનમાં પાણીની તંગી રહેતી હતી અને દુકાળનો સામનો કરતા હતા. ગુજરાતમાં વરસાદની શરૂઆત વખતે લોકો જલ જીલણી એકાદશી ઉજવે છે. આજે આપણે તેને Catch The Rain કહીએ છીએ. આ તેમાં જળના એક એક ટીપાને સમાવી લેવાની વાત છે – જળ જીલણી.
ક્યારે આવે છે જળ જીલણી એકાદશી
ભાદરવા સુદ અગિયારસને જળ જીલણી એકાદશી તરીકે ઓળખવામાં આવેછે. આ દિવસે ભગવાન ઠાકોરજીને સ્નાન કરાવવાનું વિશેષ મહત્વ છે.