સાબરકાંઠાઃ ગુજરાતમાં કોરોનાના રાફડો ફાટ્યો છે. રોજ કોરોનાના નવા કેસનો રેકોર્ડ બની રહ્યો છે. જોકે તેમ છતાં કેટલાક લોકો કોરોના ગાઇડલાઇનનો ઉલાળિયો કરી રહ્યા છે. આ દરમિયાન ઈડરના માથાસુર ગામે લગ્ન પ્રસંગમાં પોલીસે રેઇડ કરી હતી.
શું છે મામલો
મળતી વિગત પ્રમાણે, લગ્ન પ્રસંગે મંજૂરી વગર ગરબાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગુજરાતની જાણીતી સિંગર કાજલ મહેરિયાના કાર્યક્રમમાં લગ્ન પ્રસંગે ગરબે ઘૂમવા લોકો ઉમટી પડ્યા હતા. જેમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સહિત કોરોના ગાઈડલાઈનનો અમલ કરાતો ન હોવાથી પોલીસે કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત ઈડર પોલીસે કાર્યક્રમના ત્રણ આયોજકો સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.
ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર
બુધવારે રાજ્યમાં પહેલીવાર 3500થી વધુ કોરોના સંક્રમણના કેસ નોંધાયા હતા. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Coronavirus)ના 3575 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 22 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મોત થયાં હતા. રાજ્યમાં અત્યાર સુધી 3,05,149 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 18 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 18684 પર પહોંચ્યો છે. જેમાંથી 175 લોકો વેન્ટિલેટર પર અને 18509 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 92.90 ટકા છે.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 71,86,613 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 8,74,677 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ-80,61,290 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.
ભાજપના આ નેતાને ગાંધીનગરની ચૂંટણીના કારણે થયો કોરોના ? ગાંધીનગરમાં છે ભાજપના પ્રભારી, જાણો વિગત
Lockdown: ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં આજે રાતથી લાદવામાં આવશે અઠવાડિયાનું લોકડાઉન, જાણો વિગત
એક જ દિવસમાં ભાજપના ત્રણ ધારાસભ્યોને કોરના, કયા મહિલા ધારાસભ્ય પણ બન્યા ભોગ