પંચમહાલના મોરવા હડફના વિરાણીયા ગ્રામપંચાયતના વિરાણીયા ગ્રામ પંચાયતનું મતદાન રદ્દ કરાયું. હવે આવતીકાલે ફરી યોજાશે ચૂંટણી  સરપંચ પદના ઉમેદવારનું ચૂંટણી ચિન્હ બદલાઈ જતા મતદાતાઓ ચૂંટણી રદ કરવા માંગણી કરી હતી.  


પંચમહાલના મોરવા હડફના વિરાણીયા ગ્રામપંચાયતના વિરાણીયા ગ્રામ પંચાયતનું મતદાન રદ્દ કરાયું. હવે આવતીકાલે ફરી યોજાશે ચૂંટણી  સરપંચ પદના ઉમેદવારનું ચૂંટણી ચિન્હ બદલાઈ જતા મતદાતાઓ ચૂંટણી રદ કરવા માંગણી કરી હતી.  સરપંચ પદના ઉમેદવારને ચૂંટણી ચિન્હ ડીઝલ પમ્પ આપવામાં આવ્યું હતું. જો કે ડિઝલ પમ્પના બદલે ચિન્હ પેટ્રોલ પંપ થઇ જતાં મતદાતાઓએ આ ચિન્હ બદલાઇ જતાં ચૂંટણી રદ્દ કરવાની માંગ કરી હતી. ચૂંટણી ચિન્હ બદલાઇ જતાં આખરે મતદાન મોકૂફ રાખવામાં આવ્યું છે.આવતીકાલે ફરી  મતદાન યોજાશે.




જે રાજ્યની 8 હજાર 690 ગ્રામ પંચાયત માટે મતદાન
આજે રાજ્યની 8 હજાર 690 ગ્રામ પંચાયત માટે મતદાનશરૂ થયું છે. રાજ્ય ચૂંટણીપંચે  રાજ્યમાં 3074 અંતિસંવેદનશીલ મતદાન મથકો અને 6656 સંવેશનશીલ મતદાન મથકો જાહેર કર્યા છે.


 


કુલ કેટલી બિનહરીફ જાહેર થઈ
ગુજરાતમાં કુલ 10,812 ગ્રામ પંચાયતોમાં 10,221 સરપંચ અને 89049 સભ્ય માટે ચૂંટણીઓ યોજાઇ રહી છે. જોકે, 1165 પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર કરાઇ છે. આ ઉપરાંત 1165 સરપંચ અને 9613 સભ્યોને બિનહરીફ થયા છે.  473 સરપંચ અને 27479 સભ્યોને ય અંશત બિનહરીફ જાહેર કરી દેવાયા છે.


કેટલા ઉમેદવારો છે મેદાનમાં
સરપંચપદ માટે કુલ મળીને 8513 બેઠકો માટે 27200 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. જયારે ગ્રામ પંચાયતના સભ્યની કુલ 48573  બેઠકો માટે 1,19,998 ઉમેદવારો ચૂંટણી મેદાને ઉતર્યા છે. ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 9361601 પુરૂષ મતદારો અને 8835244 સ્ત્રી મતદારો એમ મળીને કુલ 18197039 મતદારો મતાિધકારનો ઉપયોગ કરશે.


આ પણ વાંચો


Gujarat Gram Panchayat election: ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ફરજ દરમિયાન શિક્ષકનું થયું નિધન, જાણો શું છે ઘટના


કોરોનાની રસીના ત્રણ ડોઝ લેવા છતાં મુંબઈનો યુવાન ઓમિક્રોન સંક્રમિત, જાણો કઈ રસી લીધી હતી


પેપરકાંડમાં પોલીસે બનાવેલા આરોપીએ એબીપી અસ્મિતા સમક્ષ કરી મોટી કબૂલાત, જાણો કેટલા લાખમાં પેપરનો સોદો થયો હતો ?


India Corona Cases: દેશમાં માર્ચ 2020ના સ્તરે પહોંચ્યા એક્ટિવ કેસ, જાણો છેલ્લા 24 કલાકની સ્થિતિ