પોરબંદર સહીત દેશભરમાં માછીમારોને આપવામાં આવતા ડીઝલના ભાવમાં રૂ. 18નો વધારો કરાયો છે. આ જંગી ભાવ વધારાથી માછીમારોની હાલત કફોડી બની છે. માછીમારોને દરીયામાં માછીમારી કરવા જવા માટે ભરપૂર ડીઝલની જરુર પડતી હોય છે. જેથી ડીઝલના ભાવમાં રાતોરાત રૂ.18 નો ભાવ વધારો થતા મોટાભાગની બોટ બંદરમાં લાંગરી દેવામા આવી છે અને મત્સ્યોધોગ બેકારી તરફ ધકેલાયો છે. અચાનક વધેલા ભાવથી માછીમારો અકળાયા હતા અને  કેન્દ્રીય કેબીનેટ મંત્રી પરસોત્તમ રૂપાલાને રજુઆત કરવા માછીમારો દિલ્લી ગયા હતા. 


બલ્ક કન્ઝુયમર હેઠળ મળતા ડીઝલમાં ભાવ વધ્યાઃ
પોરબંદર સહીત દેશભરના માછીમારોને સરકાર દ્વારા બલ્ક કન્ઝુયમર હેઠળ ડીઝલનો કવોટા ફાળવામાં આવે છે. આ બલ્ક કન્ઝુમરના ડીઝલના ભાવમાં સરકારે 16 માર્ચથી રૂ. 18નો ભાવ વધારો અમલી કર્યો હતો. ભાવ વધારા બાદ હાલ માછીમારોને રૂ. 114.71માં ડીઝલની ખરીદી કરવી પડી રહી છે. આ ડીઝલનો ભાવ માછીમારોને કોઈ કાળે પરવડે તેમ નથી. આ ભાવવધારાને લઈ માછીમારોણાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે અને મોટાભાગની બોટ બંદરમાં લાંગરી દેવામાં આવી છે. 


પરસોત્તમ રુપાલાને કરી રજુઆતઃ
ડીઝલના ભાવ વધારા મુદ્દે પોરબંદર સહીત ગુજરાત અને મહારાષ્ટ્રના માછીમાર આગેવાનો દિલ્લી પહોંચ્યા હતા અને કેન્દ્રી કેબીનેટ મંત્રી પરસોત્તમ રૂપાલાના નિવાસ્થાને પહોંચી ડીઝલના ભાવ વધારા અંગે રજુઆત કરી હતી. માછીમાર આગેવાનોએ પરસોત્તમ રુપાલાને ડીઝલના ભાવમાં રાહત આપવાની માંગણી કરી હતી. રૂપાલાએ ધુળેટીના તહેવાર બાદ માછીમારોના હીતમાં નિર્ણય કરવાની ખાત્રી આપી છે. પોરબંદર સહીત દેશભરના માછીમારોને મળતા ડીઝલના ભાવમાં જો ઘટાડો કરવામાં નહી આવે તો મત્સ્યોઉધોગને મોટું નુકસાન થવાની પુરી શક્યતા છે. 


આ પણ વાંચોઃ


ઝૂલન ગૌસ્વામીએ બનાવ્યો વધુ એક રેકોર્ડ, આ રેકોર્ડ બનાવનાર બીજી મહિલા ક્રિકેટર બની ઝૂલન


Surat : કોમ્પલેક્ષની પેરાફિટ ધરાશાયી થતાં 5 લોકો દટાયા, બેના મોત