પોરબંદરમાં શિક્ષણજગતને શર્મસાર કરતી એક ઘટના બની હતી. શહેરના ખાનગી ટયુશન કલાસિસના સંચાલકે એક સગીરા સાથે અડપલા કર્યા હતા. એકસ્ટ્રા કલાસિસના બહાને કિષ્ના ટયુશન ક્લાસિસના સંચાલકે સગીર વિદ્યાર્થીની સાથે અડપલા કર્યા હતા. આ મામલે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં પોક્સો એકટ સહિતની કલમો હેઠળ ગુનો નોધવામાં આવ્યો હતો.
પોરબંદરમાં કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોધાયેલા ગુના મુજબ પોરબંદર શહેરના એમજી રોડ પરના ભવ્ય ટાવરમાં કિષ્ના ટયુશન કલાસિસ ચલાવવામાં આવે છે. આ ક્લાસિસનાના સંચાલક શિક્ષક મેરામણ જાદવે એકસ્ટ્રા કલાસિસના બહાને સગીરા સાથે અડપલા કરતા ચકચાર મચી ગઇ હતી. વિદ્યાર્થીનીએ શિક્ષકની કરતૂતની ઘટના માતાપિતાને કરતા તે પણ ચોંકી ઉઠ્યા હતા અને તેમણે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં કલાસિસના સંચાલક મેરામણ જાદવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે પોક્સો એકટ તેમજ આઈપીસી ૩પ૪ કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોરબંદર પોલીસે આરોપી મેરામણ જાદવની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટ આરોપીને જેલમાં મોકલી દીધો હતો. હાલમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
ગયા મહિને સુરતમાં શિક્ષકે વિદ્યાર્થિની સાથે શારીરિક છેડતી અને અડપલાં કર્યાની ઘટના બની હતી. શહેરના કાપોદ્રા વિસ્તારમાં એક શિક્ષકે જેનું નામ મહેશ ગોંડલિયા છે, તેને વિદ્યાર્થિનીને આત્મહત્યાની ધમકી આપી અને બાદમાં તેની સાથે શીરીરિક અડપલાં કર્યા હતા. વિદ્યાર્થિની પોતાની બહેનપણીના ઘરે ગઇ હતી, તે દરમિયાન આ ઘટના ઘટી હતી. જોકે, બહેનપણીના ઘરેથી વિદ્યાર્થિની મોડી રાત્રે આવી અને આ વાતની જાણ તેના પરિવારજનો થઇ ગઇ હતી. વિદ્યાર્થિનીના પરિવારજનોએ પોલીસમાં શિક્ષક વિરુદ્ધ ફરિયાદ આપી હતી, પોલીસે આરોપી શિક્ષક મહેશ ગોંડલિયાની ધરપકડ કરી લીધી હતી. ખાસ વાત છે કે, આરોપી શિક્ષક મહેશ ગોંડલિયા વિદ્યાર્થિનીને છેલ્લા બે મહિનાથી હેરાન કરતો હતો, અને મળવા પણ બોલાવતો હતો.