બે દિવસ પહેલાં પોરબંદરના સોઢા ગામે વહેતા પાણીમાં કાર તણાઈ હતી જેમાં ત્રણ લોકો સવાર હતા. આ ત્રણેયનો એનડીઆરએફની ટીમ શોધી રહી હતી જોકે મળ્યાં નહતાં પરંતુ ગઈકાલે પાણીમાંથી એક કાર મળી આવી હતી.
નોંધનીય છે કે, આજે સવારે ટ્યુશન ક્લાસના સંચાલક વીરેન મજીઠીયાનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે તેના માતા-પિતાનો મૃતદેહની શોધખોળ ચાલુ છે. વરસાદી પાણીમાં લોકો ફસાયા હોવાના પણ બનાવો સામે આવ્યા હતાં.