આરોપીએ પહેલેથી જ પ્રીપ્લાન બનાવી મારણ જનાર ત્રણેય જણાને બરડા ડુંગરમા ગેરકાયદેસર ચાલતી દેશીદારૂ બનાવવાની ભઠ્ઠી તોડવા સારૂ બોલાવેલ અને હેતલબેન નીચે રોકાયા હતા. તેના પતિ, નાગાભાઇ તથા આરોપી લખમણ ત્રણેય જણા બરડા ડુંગરમા ઉપર ભઠ્ઠી ભાંગવા ગયા. દરમ્યાન આરોપીએ નાગાભાઇને અન્ય જગ્યાએ ભઠ્ઠી શોધવા મોકલેલ અને તે હેતલબેનના પતિ કીર્તિભાઇ સાથે થોડે દુર ચાલતા ભઠ્ઠી શોધવા ગયેલ. દરમ્યાન તકનો લાભ લઇ આરોપીએ પોતાની પાસે રાખેલ ગેડીયા વડે પહેલા હેતલબેનના પતિ કીર્તિભાઇને માથાના પાછળના ભાગે જોરથી ફટકા મારી મોત નિપજાવેલ. ત્યારબાદ નાગાભાઇ પાસે જઇ તેને પણ ગેડીયા વડે માથાના પાછળના ભાગે જોરથી ફટકા મારી તેનું પણ મોત નિપજાવેલ. આ પછી આરોપી ત્યાંથી નીચે જતો હતો ત્યાર સામેથી હેતલબેન ચાલીને આવતા હોય તેની પાસે જઇ હેતલબેનને પણ આરોપીએ તેની પાસે રહેલ ગેડીયા વડે માથાના ભાગે જોરથી ફટકા મારી તેનુ પણ મોત નિપજાવી ત્યાંથી તરુંત જ નિકળી ગયો હતો.
મળતી વિગતો પ્રમાણે સાથી ફોરેસ્ટ ગાર્ડ લખમણ ઓડેદરાએ મહિલા બીટ ગાર્ડ, તેના પતિ અને રોજમદારની હત્યા કરી છે. લખમણે હેતલ સાથે પરાણે ફ્રેન્ડશિપ રાખવાના મનદુઃખને લઈને હત્યા કરી છે. શંકાને આધારે લખમણને પકડીને પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને સમગ્ર પ્રકરણનો ભેદ ઉકેલાયો છે.
આરોપીની વિગતવાર પૂછપરછ કરતા આ ટ્રિપલ મર્ડરનું કારણ જાણવા મળેલ કે, આરોપી લખમણ દેવશીભાઇ ઓડદેરા તથા હેતલબેન બન્નેનું અગાઉ ૨૦૧૭માં સાથે નોકરી કરતા હોય તે દરમ્યાન સંપર્કમાં આવલે અને આરોપી લખમણ ઓડદેરા તરફથી આ મિત્રતાને વધુ ગાઢ સંબધં બનાવવા માગંતો હોય જે બાબતની જાણ લખમણ ઓડદેરાની પત્ની મજુંબેનને થતા છેલ્લા બે વર્ષથી મજુંબેન અને આરોપી લખમણ ઓડદેરા વચ્ચે આ બાબતે અવાર-નવાર બોલા-ચાલી અને ઘરમાં કંકાસ થતો હતો. ઘણીવાર મજુંબેન અને હેતલબેન વચ્ચે પણ આ બાબતે બોલાચાલી થતી હતી.
છેલ્લા વીસેક દિવસ પહેલા પણ આ પ્રકારે આરોપીના પત્ની મજુંબેન તથા હેતલબેન વચ્ચે આ બાબતે બોલાચાલી થયેલ. આ સમયે હેતલબેને આરોપીના પત્ની મજુંબેનને ધાકધમકી આપલે હોય જે વાત મજુંબેને તઓેના પતિને કરતા આ બાબતની દાજ રાખી આરોપીએ અગાઉથી હેતલબેન તથા તેના પતિ કીર્તિભાઇને મારી નાખવા સારૂ પ્રીપ્લાન કરેલ હોય જેથી આરોપીને પોતાને દારૂની ભઠ્ઠીની હકકકત છે તેવુ નાગાભાઇ દ્વારા હેતલબેને જણાવી મરણ જનાર ત્રણેય જણાને બરડા ડુંગરમા ગેરકાયદેસર ચાલતી દેશીદારૂ બનાવવાની ભઠ્ઠી ભાંગવા સારૂ સાથે લઇ જઇ, તકનો લાભ લઇ આ ક્રૃર-હત્યાને અંજામ આપેલ છે.