બે મિત્રોને દરિયા કિનારે ફરવા જવાનું આજે ભારે પડ્યું છે. પોરબંદરના માધવપુર દરિયાકાંઠે ફરવા ગયેલા બે મિત્રોએ  ડુબી જવાથી જીવ ગુમાવ્યા છે.  અમદાવાદથી માધવપુર દરિયાકાંઠે ફરવા ગયેલા બન્ને મિત્રો દરિયામાં નાહવા પડ્યા હતા. જ્યાં ડુબી જતા બન્નેના પરિવાર પર શોકનું મોજું ફરી વળ્યું છે. મિત્રો સાથે ફરવા ગયેલા બન્ને યુવકોના મૃતદેહને પોલીસે ભારે જહેમત બાદ માછીમારોની મદદથી શોધ્યા છે. આ બન્ને મૃતદેહને હાલ પોસ્ટમાર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. 


બંને મિત્રો અમદાવાદના વતની 
પોરબંદરના દરિયાકાંઠાની મજા માણવા આવેલા આ બન્ને યુવક મૂળ અમદાવાદના હતા. અહીંયા દરિયામાં ડુબી જવાથી બન્નેના મોત નિપજ્યા હતા. હાલ આ બન્નેના મૃતદેહને પોસ્ટમાર્ટમ અર્થે મોકલી દેવામાં આવ્યા છે. 


Gujarat Police : પોલીસ ગ્રેડ પે અને એફિડેવિટ મામલે હર્ષ સંઘવીએ શું આપ્યું મોટું નિવેદન?


સુરતઃ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસના ગ્રેડ પે અને સ્પેશિયલ પેકેજને લઈને આજે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે,  ગુજરાતમાં સૌથી વધુ ભંડોળ આપવામાં આવ્યું. પોલીસના સ્ટાફને અલગ દિશામાં લઇ જવામાં આવે છે. તેમણે પોલીસ એફિડેવિટના મામલે પણ રિએક્શન આપ્યું હતું કે, એફિડેવિટ કાઢવા માટે ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટને કહ્યું છે. ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ મંજૂરી આપશો તો અમે જરૂરી એફિડેવિટ કાઢી નાંખશું


તેમણે કહ્યું કે, ડ્રગ દુનિયાભરના દેશોમાં પેશન સ્ટેટમેન્ટ છે. ભારતમાં આ કંટ્રોલમાં છે. ગુજરાતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ના માર્ગદર્શન હેઠળ ડ્રગ પર હલ્લાબોલ બોલાવ્યો છે. છેલ્લા એક વર્ષ માં 6500 કરોડ નું ડ્રગ પકડ્યું છે. આજે ગુજરાત ATS સુરત ક્રાઇમ બ્રાન્ચ ને અભિનંદન આપું છું. રૂબરૂ ક્રાઇમ બ્રાન્ચ ને અભિનંદન આપ્યા . ગઈકાલે કલકત્તામાં 49 kg ડ્રગ પકડાયો. ગુજરાત પોલીસ ની સાથે મળી DRI એ ડ્રગ પકડ્યું છે.


દેશભરમાં ડ્રગ નું નેટવર્ક તોડી પાડવા કામ કર્યું છે. પાકિસ્તાન બોર્ડર પર હલ્લાબોલ બોલાવ્યું છે. ગુજરાત પોલીસ DRI કોસ્ટગાર્ડ સાથે મળી કામ કરે છે. અનેક રાજ્ય ના નેટવર્ક તૂટવાના કારણે ગુજરાત પોલીસ ને બદનામ કરવા અનેક રાજનૈતિક સ્ટંટ કરવામાં આવ્યા.  જે લોકો વૈભવી જીવન જીવતા લોકોએ ગુજરાત પોલીસ ને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો છે.  કાલે ગુજરાત ATS દ્વારા સણસણતો જવાબ આપ્યો છે. છેલ્લા અનેક મહિનાઓમાં અલગ અલગ રાજ્યો માં ડ્રગ ના નેટવર્ક તોડી નાખ્યા છે. જે રાજ્ય માં જેની સરકાર હોય તો ડ્રગ વિરોધી લોકો તેને બદનામ કરે છે. દુઃખ કોને થાય છે એ લોકો એ વિચારવાનું છે . ડ્રગ ના નેટવર્ક તૂટવાથી પાકિસ્તાન અફઘાનિસ્તાન ના લોકો પરેશાન.


આ લોકો ડ્રગ ના રૂપિયા ક્યાં ઉપયોગ થાય એ જાણો છો. કોઈ ડ્રગ પોલીસ મથક માં આપી જતું નથી. દરેક રાજ્ય સાથે સરખામણી કરવી જોઈએ. ડ્રગ જેવા વિષય પર રાજનીતિ કરનાર ને ઓળખવા જોઈએ જનતા એ તેને સબક સીખવાડવા જોઈએ. ડ્રગ ડીલરો ને ફાયદો કરનારા લોકો સાવચેત થઈ જાય. ગુજરાત પોલીસે અનેક રાજ્યો માં ડ્રગ પકડી યુવાનો ના જીવ બચાવ્યા છે. ગુજરાત પોલીસે નવી દિલ્લી માં ક્રાઇમ બ્રાન્ચ સાથે મળી મોટું ઓપરેશન પર પાડવામાં આવ્યું. વહદ ઉલ્લા ખાન અફઘાન ના નાગરિક ને પકડવામાં આવ્યા. દિલ્લી પોલીસ ને લિંક માં 1000 કરોડ નું વધારા નું દ્રગ મળ્યું. જાખાઉં 1480 કરોડ નું ડ્રગ પકડાયો. ડ્રગ માં જે લોકો ને પકડવામાં આવ્યા તે આંતરરાષ્ટ્રીય ગેંગ ના સભ્યો છે.









 


પંજાબ પોલીસે ગુજરાત પોલીસ નો આભાર માન્યો છે. બગગા ખાન નું નેટવર્ક ગુજરાત. પોલીસે તોડ્યું. મોટાપાયે ગેંગ પર્દાફાશ થઈ. ગુજરાત દેશભરના યુવાનો નું જીવન સવારવા વાળું રાજ્ય છે. આપણી ધરતી દેશના યુવાનો ને રોજગારી આપે છે. રાજ્ય ને બદનામ કરવામાં આવે છે. ગુજરાત પોલીસે 1 વર્ષ માં ચલાવેલી મુહિમ ના આંકડા સ્ટડી કરવા જેવા છે. અન્ય રાજ્ય માં ડ્રગ પકડાય પણ આંકડા દેખાતા નથી. ડ્રગ વિરોધી મુહિમ ચાલતી રહેશે. ગુજરાત માં હજી ડ્રગ ના આંકડા હજી વધુ દેખાશે. દેશભરમાંથી ગુજરાત પોલીસને માહિતી મળી રહી છે. માહિતી ના આધારે કામગીરી કરવામાં આવી રહી છે. ગુજરાત સરકારે રિવોર્ડ પોલોસી બનાવી છે. અલગ અલગ રાજ્ય ના લોકો સરકાર ની ટીકા કરે છે. 
સરકાર ને જણાવે છે કે ગુજરાત કરતા સારું કામ કેમ કરતા નથી. હું ક્યારેય ડ્રગ મામલે રાજનીતિ કરતો નથી.