સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં હાલ કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક કેસ સામે આવ્યો છે. મુળી તાલુકાના આસુન્દ્રાળી ગામમાં વધુ એક મહિલાને કોરોના પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આસુન્દ્રાળી ગામની કોરોના પોઝિટિવ આવેલ મહિલાની સગર્ભા દીકરીને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે.

સગર્ભા દીકરીને કોરોના પોઝિટિવ આવતા હાલ સારવાર અર્થે સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આસુન્દ્રાળી ગામમાં જ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ત્રણ પર પહોંચી છે. તમામ ત્રણેય દર્દીઓ હાલ સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ છે. સુરેન્દ્રનગર જીલ્લાનો કોરોના પોઝિટિવ દર્દીઓનો કુલ આંક ૪ ઉપર પહોંચ્યો છે. અગાઉ થાનના દર્દીએ કોરોનાને મ્હાત આપી છે.