Lok Sabha Election 2024: 7મેના રોજ લોકસભા ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે. જેમાં ગુજરાતની 25 સીટ પર મતદાન થશે. આ પહેલા તમામ પક્ષો દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે કાલુપુર સ્વામિનારાયણ મંદિર દ્વારા પત્ર લખીને હરિભક્તોને અપીલ કરવામાં આવી છે. આ પત્ર દ્વારા ક્યા પક્ષને મત આપવો તે કહેવામાં આવ્યું છે.


કાલુપુર સ્વામિનારાયણ મંદિર દ્વારા હરિભક્તોને પત્ર લખીને અપીલ કરવામાં આવી છે કે 7 મેનાં રોજ હરિભક્તો કમળનું બટન દબાવી ભાજપને મત આપે. તેજેન્દ્રપ્રસાદ મહારાજ, કૌશલેન્દ્રપ્રસાદ અને વ્રજેન્દ્રપ્રસાદ દ્વારા હરિભક્તોને અપીલ કરવામાં આવી છે. આ પત્રમાં રામ મંદિર બનાવવાના નિર્માણમાં સહભાગી થવા ભાજપને મત આપવા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાજકીય મતભેદ ભૂલી જઈ કમળનું બટન દબાવવા પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.


પત્ર



નોંધનીય છે કે, લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ થશે. આ તબક્કામાં 12 રાજ્યોની 94 બેઠકો પર ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થશે. કાળઝાળ ગરમી વચ્ચે મતદારોને ઘરની બહાર કાઢવું ​​એ ચૂંટણી પંચ માટે એક પડકાર છે.


મતદાન સવારે 7 વાગ્યાની આસપાસ શરૂ થશે અને સાંજે 5 વાગ્યે સમાપ્ત થશે. આ તબક્કામાં બિહાર, છત્તીસગઢ, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ જેવા કેટલાક મોટા રાજ્યોમાં મતદાન થશે.


અગાઉ, જમ્મુ-કાશ્મીરની અનંતનાગ-રાજૌરી લોકસભા સીટ માટે પણ તે જ દિવસે મતદાન થવાનું હતું, પરંતુ અહીં મતદાનને 25 મે પર નિર્ધારિત કરવામાં આવ્યું છે. તમામ સીટો પર 4 જૂને મતગણતરી થવાની છે.


લોકસભા 2024માં ત્રીજા તબક્કાનું મતદાન: રાજ્યો અને મતવિસ્તારોની યાદી


આસામ (4 લોકસભા બેઠકો): ધુબરી, કોકરાઝાર, બરપેટા, ગૌહાટી


બિહાર (5 લોકસભા બેઠકો): ઝાંઝરપુર, સુપૌલ, અરરિયા, મધેપુરા, ખાગરિયા


છત્તીસગઢ (7 લોકસભા બેઠકો): સુરગુજા, રાયગઢ, જાંજગીર-ચંપા, કોરબા, બિલાસપુર, દુર્ગ, રાયપુર.


દાદરા અને નગર હવેલી (1 લોકસભા બેઠક): દાદરા અને નગર હવેલી


દમણ અને દીવ (1 લોકસભા બેઠક): દમણ અને દીવ


ગોવા (2 લોકસભા બેઠકો): ઉત્તર ગોવા, દક્ષિણ ગોવા


ગુજરાત (25 લોકસભા બેઠકો): કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદયપુર, ભરૂચ, બારડોલી, નવસારી, વલસાડ


કર્ણાટક (14 લોકસભા બેઠકો): ચિક્કોડી, બેલગામ, બાગલકોટ, બીજાપુર, ગુલબર્ગા, રાયચુર, બિદર, કોપ્પલ, બેલ્લારી, હાવેરી, ધારવાડ, ઉત્તરા કન્નડ, દાવણગેરે, શિમોગા.


મધ્ય પ્રદેશ (8 લોકસભા બેઠકો): મોરેના, ભીંડ, ગ્વાલિયર, ગુના, સાગર, વિદિશા, ભોપાલ, રાજગઢ.


મહારાષ્ટ્ર (11 લોકસભા બેઠકો): બારામતી, રાયગઢ, ધારાશિવ, લાતુર (SC), સોલાપુર (SC), માધા, સાંગલી, રત્નાગીરી-સિંધુદુર્ગ, કોલ્હાપુર, હાથકનાંગલે.


ઉત્તર પ્રદેશ (10 લોકસભા બેઠકો): સંભલ, હાથરસ, આગ્રા (SC), ફતેહપુર સીકરી, ફિરોઝાબાદ, મૈનપુરી, એટાહ, બદાઉન, અમલા, બરેલી.


પશ્ચિમ બંગાળ (4 લોકસભા બેઠકો): માલદા ઉત્તર, માલદા દક્ષિણ, જંગીપુર, મુર્શિદાબાદ