ગાંધીનગરઃ ગુજરાતમાં મેઘમહેર યથાવત છે. અનેક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે સ્થિતિ વણસી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના તમામ જિલ્લાના 219 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં  સૌથી વધુ કપરાડામાં સવા 10 ઈંચ ખાબક્યો હતો. તે સિવાય ચીખલીમાં 10 ઈંચ વરસાદ વરસ્યો હતો.


તે સિવાય ગીર સોમનાથના સૂત્રાપાડામાં પોણા દસ ઇંચ, વલસાડના ધરમપુરમાં સાડા આઠ ઇંચ, નવસારી તાલુકામાં સવા આઠ ઇંચ,  નવસારીના જલાલપોરમાં સાડા સાત ઇંચ, વાંસદામાં સાડા છ ઇંચ, ખેરગામમાં સાડા છ ઇંચ વરસાદ વરસ્યો હતો.


ઉપરાંત તાપીના ડોલવણમાં સવા છ ઇંચ, વલસાડના વાપીમાં સવા છ ઇંચ, પારડીમાં સાડા પાંચ ઇંચ, ડાંગના વઘઇમાં સવા પાંચ ઇંચ, જૂનાગઢના માણાવદરમાં સવા પાંચ ઇંચ, ગીર સોમનાથના તાલાલામાં પાંચ ઇંચ, પોરબંદરના કુતિયાણામાં પાંચ ઇંચ, તાપીના વ્યારામાં પોણા પાંચ ઇંચ, પોરબંદરના રાણાવાવમાં સવા ચાર ઇંચ, સુરતના ચોર્યાસીમાં સવા ચાર ઇંચ, ગીર સોમનાથના વેરાવળમાં સવા ચાર ઇંચ, સુરતના બારડોલીમાં સવા ચાર ઇંચ, જૂનાગઢના માળિયામાં પોણા ચાર ઇંચ, તાપીના વાલોડ અને વલસાડ તાલુકામાં પોણા ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો.


વલસાડના ઉમરગામમાં સાડા ત્રણ ઇંચ, અમરેલીના ખાંભામાં ત્રણ ઇંચ, સાબરકાંઠાના વિજયનગરમાં ત્રણ ઇંચ, સુરતના મહુવા, જૂનાગઢના વંથલી, રાજકોટના જેતપુરમાં પોણા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો.


ગીર સોમનાથના કોડીનાર, પોરબંદર તાલુકામાં, સુરતના પલસાણામાં, ડાંગના આહવામાં, ભાવનગરના જેસરમાં, ગીર સોમનાથના ઉનામાં સવા બે ઇંચ વરસાદ વરસ્યો હતો. રાજુલા, વડીયા, ડીસામાં બે-બે ઇંચ વરસાદ વરસ્યો હતો. ભેસાણ, જામકંડોરણા, કામરેજ, સુઇગામ, સુરત શહેર, મેંદરડા, સાવરકુંડલા, વાંકાનેર, વડગામ, ભિલોડા, જૂનાગઢ તાલુકામાં દોઢ-દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. વિસાવદર, બોરસદ, સાંતલપુર, માંડવી, જાફરાબાદ, કરજણ, કડાણા, વાગરા, રાજકોટ, ધારી, નેત્રંગ, માંડલ, દાંતા, થરાદ, પોસીનામાં એક-એક ઇંચ વરસાદ વરસ્યો હતો.