ગાંધીનગરઃ ગુજરાતમાં લાંબા સમય બાદ આજે કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. અરવલ્લી, કચ્છ, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં મેઘરાજાએ હેત વરસાવ્યું હતું. શામળાજી સહિત આસપાસના ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જ્યારે મેઘરજ, રામગઢી, ભિલોડા વિસ્તારમાં પણ ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો હતો. અરવલ્લી જિલ્લામાં સીઝનનો અત્યારસુધીમાં માત્ર સાડા આઠ ઈંચ જ વરસાદ પડ્યો છે. વરસાદના કારણે જિલ્લાના ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. અરવલ્લી જિલ્લામાં સૌથી ઓછો ભિલોડા તાલુકામાં સીઝનનો 6 ઈંચ જ વરસાદ પડ્યો છે. જ્યારે મેઘરજમાં પોણા આઠ ઈંચ, ધનસુરા અને માલપુરમાં તાલુકામાં 8 ઈંચ વરસાદ પડ્યો છે.તો બાયડમાં 10 ઈંચ અને મોડાસામાં 12 ઈંચ વરસાદ પડી ચૂક્યો છે.


તે સિવાય સાબરકાંઠા જિલ્લામાં પણ લાંબા સમયના વિરામ બાદ વરસાદ વરસ્યો હતો. વિજયનગર બાદ ખેડબ્રહ્મા, પોશીના અને ઇડર પંથકમાં વરસાદ પડ્યો. વરસાદ પડવાને કારણે ખેડૂતોને વરસાદ વરસવાને લઈ આશા જીવંત થઈ છે.હિંમતનગર તાલુકામાં સીઝનનો અત્યારસુધીમાં 9 ઈંચ, ઈડરમાં 10 ઈંચ, ખેડબ્રહ્મામાં 8 ઈંચ વરસાદ, પોશીનામાં 11 ઈંચ સિઝનનો વરસાદ પડી ચૂક્યો છે.


પૂર્વ કચ્છના કેટલાક વિસ્તારોમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. વરસાદની અછત વચ્ચે કચ્છના રાપરના આડેસર વિસ્તારમાં વરસાદ પડતા ધરતીપુત્રો હરખાયા હતા. ખેડૂતોને પોતાનો પાક બરબાદ થવાની ચિંતા હતી પરંતુ વરસાદ વરસતા થોડી રાહત મળી છે. ઉપરાંત બનાસકાંઠાના દાંતામાં પણ વરસાદ વરસ્યો હતો. જન્માષ્ટ પહેલા જ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વરસાદ પડતા મગફળી, તલ, કપાસ જેવા પાકને ફાયદો થશે.


Corona Vaccine: ગુજરાતના આ શહેરમાંથી કોવેક્સિનની પ્રથમ કોમર્સિયલ બેચ થઈ લોંચ, માંડવિયાએ કહી આ વાત


Bhavinaben Wins Silver: ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભાવિના પટેલે સિલ્વ મેડલ જીતી રચ્યો ઈતિહાસ, મહેસાણામાં જશ્નનો માહોલ


Corona Cases India: દેશમાં ત્રીજી લહેરના ભણકારા, સતત ચોથા દિવસે 40 હજારથી વધુ કેસ નોંધાતા ફફડાટ


National Sports Day 2021: આજે છે હૉકીના જાદુગર મેજર ધ્યાનચંદનો 119મો જન્મદિવસ, ભારતીય હૉકીને અપાવી હતી નવી ઓળખ