ગાંધીનગરઃ જન્માષ્ટમીના દિવસે મધ્ય ગુજરાત અને મધ્ય ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. અરવલ્લી જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો હતો. શામળાજી સહિતના આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.


ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદ વરસ્યો હતો. દાંતા અને હરિયાવ પંથકમાં વરસાદ વરસતા ખેડૂતોના પાકને જીવનદાન મળ્યું હતું. ધાનેરાના બાપલા, વાછોલ, વક્તાપુર સહિતના સરહદી વિસ્તારમાં વરસાદ વરસતા બાજરી, જુવાર, મગફળી સહિતના પાકને ફાયદો થયો હતો.


સાબરકાંઠાના પ્રાંતિજ અને પોશીના પંથકમાં વરસાદ વરસ્યો હતો.  પ્રાંતિજમાં અત્યાર સુધીમાં 34.93 ટકા વરસાદ વરસ્યો છે. વડાલીમાં પણ વરસાદ વરસ્યો હતો. પાટણ જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. સંડેર અને બાલીસણા, મણુદ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. તે સિવાય વડોદરામાં પણ સવારે વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો.  કિશનવાડી ચોકમાં એક મકાનની છત પર વીજળી પડતા સ્લેબ તૂટી પડ્યો હતો જેમાં 60 વર્ષીય શંકરભાઈને ગંભીર ઈજા પહોંચી હતી.  


 


અમદાવાદમાં પણ વરસ્યો વરસાદ


અમદાવાદમાં લાંબા સમચ બાદ મેઘરાજાની પધરામણી થઈ છે. શહેરીજનો ઘણા સમયથી વરસાદની કાગડોળે રાહ જોતા હતા ત્યારે જન્માષ્ટમીના દિવસે શ્રીકૃષ્ણના જન્મોત્સવ પહેલા મેઘમહેર થતાં લોકોમાં ખુશી છવાઈ ગઈ છે. આ ઉપરાંત વાતાવરણમાં પણ ઠંડક પ્રસરતાં લોકોને હાલ ગરમીથી છૂટકારો મળ્યો છે. અમદાવાદના થલતેજ, બોપલ, ગોતા, પ્રહલાદનગર, રાણીપ, ઘાટલોડિયા, નિકોલ, ચાંદખેડા, બાપુનગર સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે..હાલમાં બંગાળની ખાડીમાં સક્રીય થયેલા લો-પ્રેશરની અસરોથી સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયા દરમિયાન વરસાદી ઝાપટાથી લઇને 1થી 3 ઇંચ હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. બીજી તરફ રાજ્યના અન્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી ચાર દિવસમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.