ગાંધીનગર: રાજ્યસભા ચૂંટણી જીતવા ભાજપે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને તોડવા માંડ્યા છે ત્યારે ગુજરાતના જ એક ધારાસભ્યે આક્ષેપ કર્યો છે કે, ગુજરાત કોંગ્રેસનો એક ધારાસભ્ય સો કરોડ રૂપિયામાં વેચાયો છે.

ભારતીય ટ્રાઈબલ પાર્ટી(બીટીપી)ના ધારાસભ્ય છોટુ વસાવાએ ફેસબુક પોસ્ટ લખીને ચોંકાવનારો આક્ષેપ કર્યો છે કે, કોંગ્રેસના ધારાસભ્ય કેટલામાં વેચાયાં છે,રૂપિયા 100 કરોડમાં એક વેચાયા છે કે પછી બે ધારાસભ્યો..



2017ની હાઈ વોલ્ટેજ ડ્રામા જેવી રાજ્યસભાની ચૂંટણીમાં ભારતીય ટ્રાયબલ પાર્ટીના એક મતથી અહેમદ પટેલ વિજયી થયા હતાં. આ વખતે ભારતીય ટ્રાયબલ પાર્ટીએ હજુ પોતાનું વલણ સ્પષ્ટ કર્યુ નથી પણ અત્યારે જે સ્થિતી છે તે જોતાં છોટુ વસાવા અને તેમનો દીકરો કિંગ મેકર બનશે એ સ્પષ્ટ છે. ભારતીય ટ્રાયબલ પાર્ટીના ધારાસભ્ય મહેશ વસાવાએ કહ્યું છે કે,અત્યારે ભાજપ અને કોંગ્રેસને લડી લેવા દો અને અમે પછી જોઇશું. અત્યારે તો અમે કોઇના સમર્થનમાં નથી. 26 માર્ચે જ જ અમે અમારૂ સમર્થન કોને આપીશું તે જાહેર કરીશું.