રાજયની સરકારી માધ્યમિક શાળઆઓ માટે 7 જાન્યુઆરીએ 1 હજાર 381 શિક્ષકોને નિમણૂક પત્ર આપવામાં આવશે. નવેમ્બર 2019માં ભરતીની જાહેરાત બાદ વહીવટી પ્રક્રિયા પૂર્ણ થતા ગયા મહિને અટકેલી ભરતી પ્રકિયાને આગળ ધપાવવામા આવી હતી. તમામ કામગીરી પૂર્ણ થતા 7 જાન્યુઆરીએ નિમણૂક પત્રો અપાશે.

તો ત્રણ જાન્યુઆરીએ પોલીસ ઈંસ્પેક્ટરની પ્રિલિમ પરીક્ષા યોજાશે. 32 જિલ્લામાં એક લાખ 45 હજાર ઉમેદવારો પ્રિલિમ પરીક્ષા આપશે. આ પહેલા 29 માર્ચના રોજ પરીક્ષા યોજાવાની હતી. પરંતુ કોરોના સંક્રમણના પગલે મોકૂફ રાખવામાં આવી હતી.

3 મહિના પહેલા કરી હતી જાહેરાત

રાજ્યના ગૃહ વિભાગે પોલીસમાં કુલ 7,610 નવી જગ્યાને મંજૂરી આપી હતી. ટૂંક સમયમાં ભરતી હાથ ધરાશે. ગુનાઓ અટકાવવાની કામગીરી, વીવીઆઇપી બંદોબસ્ત માટે તમામ પોલીસ કમિશનરેટ, જિલ્લા યુનિટ અને રેલવે પોલીસ હસ્તકની તેમજ ડોગ સ્ક્વોડની જગ્યાઓ વધારવા ડીજીપીએ કરેલી દરખાસ્ત મુજબ બજેટમાં કુલ 10,506 જગ્યા મંજૂર કરાઈ હતી અને એ માટે 115.10 કરોડની જોગવાઈ હતી, પણ કોરોનાને કારણે ભરતીના બજેટમાં 100 કરોડનો કાપ મુકાતાં 15.10 કરોડની જોગવાઈ મુજબ 7,610 જગ્યા ભરવાની મંજૂરી અપાઈ છે.