અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ આજથી નહીં મળે રેમડેસિવીર ઇન્જેક્શન. ઝાયડ્સ હોસ્પિટલ તરફથી આ સૂચના જાહેર કરવામાં આવી છે. આગામી નવો નિર્ણય ન થાય ત્યાં સુધી ઝાયડ્સ હોસ્પિટલ ખાતેથી રેમડેસિવીર ઇન્જેક્શનનું વેચાણ નહીં થાય. અગાઉ ઝાયડસ હોસ્પિટલ તરફથી 5થી 12 એપ્રિલ સુધી રેમડેસિવીર ઇન્જેક્શન આપવાની ઝાયડ્સ તરફથી જાહેરાત કરવામાં આવી હતી. જોકે હવે આજથી ઝાયડ્સ હોસ્પિટલ ખાતેથી ઇન્જેક્શનનું વેચાણ બંધ કરવામાં આવ્યું છે.


સુરતમાં ખાનગી હોસ્પિ.ને નહી મળે ઇન્જેક્શન


સુરતમાં હવે ખાનગી હોસ્પિટલને પ્રશાસન તરફથી નહીં મળે રેમડેસિવીર ઇન્જેક્શન. સુરતના કલેકટરે સત્તાવાર જાહેરાત કરતા કહ્યું કે હવે સુરતમાં સરકારી હોસ્પિટલ સિવિલ અને સ્મીમેરને જ પ્રશાસન તરફથી ઇન્જેક્શન મળશે. સરકાર તરફથી ખાનગી હોસ્પિટલને ફાળવેલો જથ્થો પૂર્ણ થઈ જતા આ નિર્ણય લેવાયો છે. થોડા દિવસો સુધી નહીં પરંતું હવે કાયમી ધોરણે સુરતમાં પ્રશાસન તરફથી ખાનગી હોસ્પિટલને રેમડેસિવીર ઇન્જેક્શન નહીં મળે. ખાનગી હોસ્પિટલોએ પોતાના દર્દીઓ માટે ઇન્જેક્શનની પોતાની રીતે વ્યવસ્થા કરવાની રહેશે અથવા તો દર્દીના સ્વજનોએ ઇન્જેક્શનની વ્યવસ્થા કરવી પડશે.


રેમડેસિવીરની કાળાબજારીની આશંકા


રેમડેસિવીર ઇન્જેક્શનની ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અછત જોવા મળી રહી છે. આ વચ્ચે જ ડ્રંગ કંટ્રોલર ઓફ ઈંડિયાએ રેમડેસિવીર ઇન્જેક્શનની કાળાબજારી થવાની આશંકા વ્યક્ત કરી છે. કાળાબજારીની આશંકાએ ફૂડ એંડ ડ્રગ્સ વિભાગને સાવચેત રહેવા સૂચના આપી છે. DCGIએ ત્રણ રાજ્યના ફૂડ એંડ ડ્રગ્સ વિભાગને પત્ર પાઠવ્યો છે જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે.


ગુજરાતના અમદાવાદ, સુરત અને રાજકોટ ફૂડ એંડ ડ્રગ્સ વિભાગને પત્ર પાઠવ્યો છે. આટલુ જ નહીં યોગ્ય ટીમો સાથે મોનિટરિંગ કરવા આદેશ કર્યો છે. આ ઉપરાંત મહરાષ્ટ્રના મુંબઈ અને પુણાના તો મધ્યપ્રદેશના ગ્વાલિયર, ભોપાલ અને ઈંદોરના ફૂડ એંડ ડ્રગ્સ વિભાગને પત્ર પાઠવ્યો છે.


Coronavirus Cases LIVE: રાજ્યમાં કોરોનાએ મચાવ્યો હાહાકાર, સતત બીજા દિવસે 4000થી વધારે કેસ આવ્યા, જાણો કેટલા લોકોના મોત થયા