Sabarkantha Crime News: દિવાળીના તહેવારોમાં વધુ એક હત્યા થયાના સામાચાર હિંમતનગરમાંથી સામે આવી છે. અહીં એક ગામમાં સાત લોકોએ ફટાકડા ફોડવા બાબતે વૃદ્ધને ફટકાર્યો જે પછી વૃદ્ધનું મોત થયુ હતુ. હાલમાં પોલીસે આ સાતેય આરોપીઓની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યા છે. 


મળતી માહિતી પ્રમાણે, તાજેતરમાં રાજ્યમાં ઠેર ઠેર દિવાળીનો માહોલ છે, પરંતુ દિવાળીમાં ફટાકડા ફોડવા બાબતે હિંમતનગરના એક ગામમાં બબાલ હત્યામાં પરિણામી છે. સાબરકાંઠાના હિંમતનગરના નવા ગામે એક વૃદ્ધનુ ફટાકડા ફોડવા બાબતે હત્યા કરાઇ છે. ખરેખરમાં, નવા ગામે બે દિવસ અગાઉ રાત્રિના સમયે ફટાકડા ફોડવા બાબતે બબાલ થઇ હતી, જેમાં સાત શખ્સોએ એકાએક એક વૃદ્ધ પર હુમલો કરી દીધો હતો, વૃદ્ધને માર મારવાથી તેમની હાલત ગંભીર થઇ હતી, જે પછી વૃદ્ધને આજુબાજુના લોકોએ ભેગા થઇને વૃદ્ધને સિવિલ હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો, જ્યાં સિવિલ હૉસ્પીટલના તબીબોએ વૃદ્ધને મૃત જાહેર કર્યો હતો. જોકે, આ હત્યાની ઘટના બાદ મૃતકની દીકરીએ હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સાતેય શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે આ સાતેયની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યા હતા, આ પછી કોર્ટ જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.


નવા વર્ષે ભાવનગરમાં યુવકની હત્યા


નવા વર્ષ પર ભાવનગરમાં ખૂની ખેલ ખેલાયો હતો. મળતી જાણકારી અનુસાર, પાલિતાણાના હણોલ ગામમાં જગદીશ સરવૈયા નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. જગદીશ તેના ભાઇની લગ્નની કંકોત્રી આપવા નીકળ્યો હતો ત્યારે વાળુકડ ગામે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેની હત્યા કરી દેવામાં આવી હતી.


પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે જગદીશની હત્યા કોર્ટમાં જુબાની આપવાના કારણે કરવામાં આવી હતી. વાસ્તવમાં સુરતમાં 2 વર્ષ પહેલા જગદીશના મિત્રની હત્યા થઇ હતી જે કેસમાં જગદીશે કોર્ટમાં જુબાની આપી હતી. જેના કારણે તેની હત્યા કરી દેવામાં આવી હોવાનું માનવામાં આવ્યું હતું. પોલીસે આ મામલે છ જણા સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.


બીજી તરફ ભાવનગરના સિહોરમાં પોલીસ પર માર મારવાનો આરોપ લાગ્યો છે. દુકાન બંધ કરવાને લઇ એક યુવક સાથે પોલીસે માથાકૂટ કરી હતી. પોલીસ તે યુવકને પકડીને લઇ જઇ રહી હતી ત્યારે તે યુવકના ભાઇએ પોલીસને સવાલો કર્યા હતા. જેથી પોલીસે યુવકના ભાઇ રણજીતને માર માર્યાનો આરોપ લાગ્યો હતો. ભોગ બનનાર યુવકે સિંહોર PI સહિત 3 પોલીસકર્મી સામે અરજી કરી હતી. પરિવારની માંગ છે કે ત્રણેય પોલીસકર્મી સામે કાર્યવાહી કરવામાં આવે.


 


બનાસકાંઠાના પાલનપુરના તાજપુરામાં મકાનના બાથરૂમમાંથી યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. અડધું શરીર દાઝેલી હાલતમાં યુવક દિનકર શ્રીમાળીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ હતી.યુવક રાત્રીના સમયે એકલો ઘરે હતો અને વહેલી સવારે મૃત હાલતમાં મળી આવ્યો હતો. પરિવારે ઘટનાની જાણ પશ્ચિમ પોલીસને કરતા મૃતદેહને પીએમ અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.                                   




 



અમદાવાદમાં ફટાકડા ફોડવા બાબતે ખૂની ખેલ ખેલાયો હતો. મળતી જાણકારી અનુસાર, શહેરના રામોલમાં ફટાકડા ફોડવા બાબતે પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં પિતા પુત્રનું મોત થયું હતું. ચાર વ્યક્તિઓએ છરી વડે પરિવાર પર હુમલો કર્યો હતો જેમાં પિતા વિજય શંકર અને પુત્ર બંસીલાલનું મોત થયું હતું. રામોલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.