Sabarkantha Police Transfer News: લોકસભાની ચૂંટણીની જાહેરાત હજુ બાકી છે પરંતુ રાજ્યમાં ઠેર ઠેર પોલીસ તંત્રમાં એક્શન જોવા મળી રહી છે. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સાબરકાંઠા પોલીસમાં મોટા પાયે આંતરિક બદલીના હુકમો કરાયા છે. આજે જિલ્લા પોલીસ વડાએ એકસામટે 100 જેટલા પોલીસ કર્મીઓની આંતરિક બદલી કરવાના ઓર્ડર આપ્યા છે. 


હાલમાં મળતી માહિતી પ્રમાણે, સાબરકાંઠા જિલ્લામાં ચૂંટણીની પૂર્વ તૈયારીઓને લઇને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે. જિલ્લા પોલીસ બેડાંમાં બદલીના દૌર શરૂ થયા છે, આજે જિલ્લામાં 100 પોલીસકર્મીઓની આતંરિક બદલી કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડાએ બદલીના ઓર્ડર આપ્યા છે, જે અંતર્ગત જિલ્લામાં ASI, HC, PC અને LR પોલીસકર્મીઓની બદલીઓ કરાઈ છે. જિલ્લાના 16 પોલીસ સ્ટેશન, ટ્રાફિક શાખા અને બીડીએસ શાખામાં બદલીઓનો દૌર શરૂ થયો છે. ટ્રાફિક શાખામાં 12 અને એ ડીવીઝનમાં ૧૩, ઇડરમાં 10ની બદલી કરાઈ છે. બદલીઓમાં HC-23, PC-63, ASI-8 અને LR-6 સહિત 100ની બદલીઓ કરાઈ છે. 


સુરતમાંથી નકલી પોલીસ પકડાઇ, એક વ્યક્તિ પાસેથી 6 લાખ, મોબાઇલ અને કારની ચાવીને કરી હતી લૂંટ


છેલ્લા કેટલાક સમયથી નકલી પોલીસ બનીને ફરનારા બે શખ્સોને સુરતની વરાછા પોલીસે ઝડપી પાડ્યા છે, ખરેખરમાં, આ નકલી પોલીસ બનીને ફરનારા શખ્સોએ થોડાક દિવસો પહેલા એક મોટી લૂંટને અંજામ આપ્યો હતો. સાવરકુંડલામાં એક શખ્સને ધમકાવીને છ લાખ રૂપિયા, મોબાઇલ ફોન અને કારની ચાવી લૂંટી લીધી હતી. જોકે, હવે આ મામલે પોલીસે કાર્યવાહી કરતાં બે શખ્સોને ઝડપી પાડ્યા છે. આ બન્નેને વરાછા પોલીસે સાવરકુંડલા પોલીસને સોંપ્યા છે. 


મળતી માહિતી પ્રમાણે, હાલમાં જ માહિતી મળી છે કે, સુરત પોલીસે નકલી પોલીસ બનીને ફરનારા બે શખ્સોને દબોચ્યા છે. સુરતની વરાછા પોલીસે નકલી પોલીસ બની લૂંટ કરનારાને શહેરમાંથી ઝડપી પાડ્યા છે. આ બે શખ્સો નકલી પોલીસ બનીને પોલીસ જેવો જ રૂઆબ રાખતાં હતા, અને લોકોને ધમકાવી લૂંટની ઘટનાને અંજામ આપતા હતા. સૌરાષ્ટ્રના સાવરકુંડલામા નકલી પોલીસ બની આ બન્નેએ એક મોટી લૂંટને અંજામ આપ્યો હતો, વળી, એક વ્યક્તિને બળાત્કારના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી અને ખોટા કેસમાં ફસાવી દેવાની પણ વાત કરી હતી. ખરેખરમાં, આ બન્ને શખ્સોએ સાવરકુંડલાના એક વ્યક્તિ પાસેથી ખોટી ધાક ધમકી સાથે 6 લાખ રૂપિયા માંગણી કરી હતી, એટલું જ નહીં તેની પાસેથી મોબાઈલ ફોન અને કારની ચાવીની લૂંટ કરી હતી. આ બન્ને શખ્સોની હાલમાં જ વરાછા પોલીસે ધરપકડ કરી છે, અને સમગ્ર કેસ મામલે વરાછા પોલીસે આ બન્નેને સાવરકુંડલા પોલીસને સોંપી દીધા છે.