ગુજરાતના કંડલા બંદર નજીકથી છાન નામના ટાપુ પરથી થુરાયા સેટેલાઈટ ફોન મળી આવ્યો છે. આ સેટેલાઈટ ફોન નવો છે અને પેકેટ બંધ છે. સેટેલાઈટ ફોન જ્યારે મળી આવ્યો ત્યારે તે ચાલુ હાલતમાં હતો. દરિયામાં ઈબ્રાહિમ નામનો માછીમાર માછલી પકડવા ગયો હતો. જ્યારે તે થોડી વાર માટે છાન નામના ટાપુ પર રોકાયો તો તેને પેકેટમાં બંધ આ સેટેલાઈટ ફોન મળ્યો હતો. ઈબ્રાહિમે સમજદારી બતાવતા સેટેલાઈટ ફોન સુરક્ષા એજન્સીઓના હવાલે કરી દીધો છે.
પોલીસના સૂત્રો અનુસાર આ ઘટના સોમવાર બપોરની છે. માછીમાર માછલી પકડવા છાન નામના ટાપુ પર પહોચ્યો હતો. કંડલા બંદર અમદાવાદથી સાડા પાંચ કલાકના અંતરે છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રઆરીના અમદાવાદ પહોંચવાના છે. ટ્રમ્પની અમદાવાદ યાત્રાના એક સપ્તાહ પહેલા સેટેલાઈટ ફોન મળી આવતા સુરક્ષા એજન્સીઓ ચોંકી ગઈ છે.