અમદાવાદઃ કોરોના કાળ બાદ રેલવે ફરીથી ધીમે ધીમે શરૂ થઈ રહી છે. આજદિન સુધી મોરબી વાંકાનેર વચ્ચે દોડતી ડેમુ ટ્રેન બંધ પડી હતી. હવે પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા ફરી આ જ ટ્રેન આજથી ફરી સ્પેશ્યલ ટ્રેનના નામે શરૂ કરી છે. જો કે આ ટ્રેન લોકોની સુવિધા માટે નહીં પણ જાણે રેલવે તંત્રએ આવક રાતોરાત અઢી ગણી કરી લેવાના મનસૂબાથી શરૂ કરી હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે રેલવે તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલ ટ્રેનના રાતોરાત રિઝર્વેશનના નામે ભાડું અઢી ગણું વધારી દીધુ છે.


લોક ડાઉન પહેલા વાંકાનેરથી મોરબી અથવા મોરબીથી વાંકાનેરનું ભાડું 10 રૂપીયા હતુ. જોકે હવે તેમાં 15 રિઝર્વેશન ચાર્જ ઉમેરી દેતા સોના કરતા ઘડામણ મોંઘું થયુ હોય તેવો ઘાટ ઘડાયો છે. આ સિવાય મુસાફરોને રિસીવ કરવા આવતા સંબંધીઓને પણ પ્લેટફોર્મ આવવા 50 રૂપિયા જેટલો તોતિંગ વધારો ઝિંકી દેવાયો હોવાનું પણ મુસાફરો પાસેથી જાણવા મળ્યું છે.

આ પહેલા અમદાવાદ-વડોદરા મેમૂ શરૂ કરવામાં આવી ત્યારે મુસાફરોએ રૂા. 25 ભાડા સામે રૂા. 15 રિઝર્વેશન અને ઓનલાઇન બુકિંગના આઇઆરસીટીસીના રૂા.17 મળી કુલ રૂા.32ના વધારા સાથે રૂા. 58 ચૂકવવા પડશે તેવી જાહેરાત થઈ હતી.

WI v SL :  પોલાર્ડે કરી યુવરાજ વાળી, એક જ ઓવરમાં છ છગ્ગા ઠોકીને ટીમને જીતાડી

Coronavirus: અમદાવાદ માટે ચિંતાનજક સમાચાર, ફરીથી કોરોનાના કેસમાં થઈ રહ્યો રોકેટ ગતિએ વધારો, જાણો કેટલા કેસ નોંધાયા