ગીર સોમનાથ: ઉનામાં ચોંકાવનારું કૌભાંડ બહાર આવ્યું છે. આ કૌભાંડનો પ્રર્દાફાશ ખુદ ઉનાના ધારસભ્ય પૂંજા વંશે કર્યો છે. ઉનામાં વિધવાઓને મળતી સહાય વિધવાઓના બદલે મામતદારના ડ્રાઈવર અને કોમ્પ્યુટર ઓપરેટર ચાઉ કરતા હોવાના પુરાવા સાથે ધારાસભ્ય પૂંજા વંશે આરોપ લગાવ્યો છે અને બાળ વિકાસમાં ફરિયાદ કરતા ખળભળાટ મચ્યો છે.
પૂંજા વંશના જણાવ્યા મુજબ વિધવાઓને મળતી 12 રૂપિયાની સહાય એકાદ બે વર્ષથી મળી જ નથી. જેની ફરિયાદ પૂંજા ભાઈ સુધી પહોંચતા આખા મામલે તપાસ કરવામાં આવી તો બહાર આવ્યું કે વિધવાઓના બદલે આ સહાય ડ્રાઈવર અને અન્યના એકાઉન્ટમાં જમા થઈ છે. પૂંજા વંશે 4 વિધવાઓના નામ સાથે સમગ્ર મામલે ચોંકાવનારી ફ્રરિયાદ કરી છે અને ભાજપ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે.
આ સમગ્ર મામલે ઉના મામાલદારે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, પૂંજા ભાઈની ફરિયાદ બાદ તપાસ કરવામાં આવી જેમાં 9 વિધવાઓની સહાય અન્યના ખાતામાં જમા થતી હોવાનું બહાર આવ્યું, લગભગ 2થી અઢી લાખ રૂપિયાની સહાય અન્યના ખાતાઓમાં જમા થઈ છે. આ સમગ્ર મામલે કોમ્પ્યુટર ઓપરેટરે આ કૌભાંડને અંજામ આપ્યું હોવાનું મામાલદારે જણાવ્યું છે. હવે આ મામલે કોમ્પ્યુટર ઓપરેટર વિરુદ્ધ ઉના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ખુદ મામલતદારે નોંધાવી છે.
આણંદમાં પૂજારીએ 6 મહિના સુધી 15 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
CRIME NEWS: આણંદના ખંભાત તાલુકાના ધુવારણ ખાતે આવેલ ઈન્દ્રધુષ્મેશ્વર મહાદેવ મંદિરમાં રહેતા 70 વર્ષીય પૂજારીએ મંદિરમાં કચરાં-પોતુ કરવા આવતી શ્રમજીવી પરિવારની 15 વર્ષીય સગીરાના નગ્ન ફોટા પાડી લઈ તેને બ્લેકમેઈલ કરી અવાર-નવાર તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના બહાર આવતા ચકચાર મચી જવા પામી છે. સગીરા સાથે છેલ્લાં છ મહિનાથી પૂજારી દુષ્કર્મ ગુજારતો હોવાની વાત સામે આવી છે.
આ અંગે ખંભાતના ધુવારણ ખાતે આવેલ ઈન્દ્રધુમ્નેશ્વર મહાદેવ મંદિરમાં છેલ્લા 15 વર્ષથી ઉત્તર પ્રદેશનો પુજારી અમરનાથ વેદાંતી પુજા પાઠ કરતો હતો, ગામમા આવેલ ઈન્દ્રધુષ્મેશ્વર મહાદેવ મંદિરમાં શ્રમજીવી પરિવારની સગીરા 6 માસ અગાઉ મંદિરમા કચરા પોતાનુ કામ કરવા આવતી હતી. સગીરાને જોઇને પૂજારી અમરનાથની દાનત બગડી હતી અને સગીરાનો એકલતાનો લાભ લઇ દુષ્કર્મ આચર્યું.
પ્રાથમિક તપાસમાં 4 નગ્ન ફોટા મળી આવ્યા હતા
આરોપી પુજારી અમરનાથે તેના મોબાઈલમાં જ સગીરાના બિભત્સ ફોટા પાડી લીધા હતા, જે બતાવી તેને બ્લેકમેઈલ કરતો હતો અને તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. છેલ્લાં કેટલાંય સમયથી કિશોરી ગુમસુમ રહેતાં તેની માતાએ તેને આ બાબતે પૂછ્યું હતું. જેમાં પૂજારીએ આચરેલી કામલીલાનો ભાંડો ફૂટતાં સમગ્ર મામલો આણંદ સાઇબર પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પોલીસે પુજારી વિરુધ્ધ ગુનો નોંધી પૂજારીને કોર્ટ સમક્ષ હાજર કરી હાલ જુડીસ્યલ કસ્ટ્ડીમાં લઇ જેલ ભેગો કરાયો છે. પોલીસે પૂજારીની રૂમમાંથી ત્રણ મોબાઈલ, એક લેપટોપ, વેબકેમેરો, કાર્ડ રીડર અને 3 મેમરી કાર્ડ કબજે લીધા હતા. જેની પ્રાથમિક તપાસમાં 4 નગ્ન ફોટા મળી આવ્યા હતા. જેના પર તેણીનું નામ લખ્યું હતું. પોલીસે રૂપિયા 46 હજારનો મુદ્દામાલ કબજે લઈ તેને વધુ તપાસ અર્થે એફએસએલમાં મોકલી આપ્યા છે.
આ પણ વાંચો.....