School Corona : ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ગઈ કાલે એક જ દિવસમાં 500થી વધુ કેસ નોંધાયા હતા. ગુજરાતમાં કોરોના સંક્રમણ વચ્ચે પણ સ્કૂલો ઓફલાઇન ચાલું હોવાથી સ્કૂલોમાં પણ કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. રાજકોટમાં કોરોનાના કેસમાં સતત વધારો, અત્યાર સુધીમાં એક હજારથી વધુ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. ઓમિક્રોન અને કોરોનાની દહેશતને પગલે રાજકોટની સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. ખાનગી સ્કૂલોની અંદાજિત 20 ટકા સંખ્યા ઘટી છે. ખાસ ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓને વાલીઓ સ્કૂલે મોકલતા નથી. સ્કૂલ ખુલી તેના કરતા હાલમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં 20 થી 25 ટકા ઘટાડો થયો છે. નાના બાળકોને ફરી ઓનલાઈન શિક્ષણ તરફ વળ્યા છે. રાજકોટમાં 500 જેટલી ખાનગી શાળાઓ આવેલી છે. આજે પણ 20 થી ટકા બાળકો ઓનલાઈન શિક્ષણ તરફ વળ્યાં છે. રાજકોટ ખાનગી શાળા સંચાલક મંડળના કારોબારી સભ્ય અજય પટેલે જણાવ્યું હતું કે હાલમાં કોરોનાના કેસ વધતા જાય છે ત્યારે બાળકો ઓનલાઇન શિક્ષણ તરફ વળે તે જરૂરી છે. ખાસ કરીને નાના બાળકોના વાલીઓને કોરોનાને લઈને ખૂબ જ ચિંતિત છે. 



સુણાવની સ્કૂલમાં 4 શિક્ષિકાને કોરોના 


આણંદમાં પેટલાદના સુણાવ ગામે ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં ચાર શિક્ષિકાઓ કોરોનાની ચપેટમાં આવતાં તંત્ર દોડતું થઈ ગયું છે. સ્કૂલ 15 દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે. સુણાવની AJG ઈંગ્લીશ મીડીયમ સ્કૂલને બંધ કરવામાં આવી છે. સ્કૂલમાં કેજીથી લઈ ધોરણ 10 સુધીનો અભ્યાસ ચાલે છે.  સુણાવ કેળવણી મંડળ દ્વારા સ્કૂલને 15 દિવસ માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. 


મોરબીમાં 7 વિદ્યાર્થીને કોરોના


મોરબીમાં ગત 28મી ડિસેમ્બરે કોરોના પોઝીટીવ આવેલ નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીના કોન્ટેક ટ્રેસિંગ દરમિયાન શાળામાં ગઈ કાલે કુલ 186 સેમ્પલ લેવામાં આવેલ, જેમાંથી તેના સંપર્કમાં રહેલ વધુ 6 વિદ્યાર્થીઓનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવેલ છે. જે પૈકી 5 વિદ્યાર્થી મોરબી શહેર વિસ્તારમાં તેમજ 1 વિદ્યાર્થી ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારનો રહેવાસી છે. આ ઉપરાતં અન્ય 41 વર્ષ ના પુરુષના કોન્ટેકમાં આવેલ વધુ એક 31 વર્ષના અને મોરબી શહેરી વિસ્તારના રહેવાસી પુરુષનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવેલ છે. ગઈ કાલે મોરબી જીલ્લામાં કુલ 7 પોઝીટીવ કેસ નોંધાયા હતા. 


સુરતમાં 7 વિદ્યાર્થીને કોરોના


સુરત શહેરમાં વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે.  6 સ્કૂલોમાં 7 વધુ વિધાર્થી કોરોના સંક્રમિત થયા છે. SD જૈન સ્કૂલ માં 2 વિદ્યાર્થીઓ પોઝિટિવ, લુડ્સ કોન્વેન્ટ સ્કૂલ માં 1 વિદ્યાર્થી પોઝિટિવ, શ્રી શ્રી રવિશંકર સ્કૂલ માં 1 વિદ્યાર્થી પોઝિટિવ, LP સવાણી સ્કૂલ માં 1 વિદ્યાર્થી પોઝિટિવ, JH અંબાણી સ્કૂલ માં 1 વિદ્યાર્થી પોઝિટિવ, અગ્રવાલ વિદ્યા વિહારમાં 1 વિદ્યાર્થી પોઝિટિવ આવ્યો છે. આ તમામ 6 શાળાઓને 7 દિવસ માટે બંધ કરવામાં આવી છે. તમામ વિદ્યાર્થીઓને હોમ કોરોન્ટાઇન રહેવા આદેશ કરાયો છે.