ગાંધીનગર: સમગ્ર દુનિયામાં કોરોના વાયરસે હાહાકાર મચાવી નાખ્યો છે ત્યારે દિલ્હી, કર્ણાટક, મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં પણ રાજ્ય સરકારે કોરોના વાયરસના વધતાં પ્રમાણને જોતાં આજથી બે સપ્તાહ સુધી ગુજરાતમાં તમામ શાળા-કોલેજો ઉપરાંત આંગણવાડીઓ બંધ રાખવા નિર્ણય કર્યો છે.
ખાંસી, શરદી અને તાવના લક્ષણો સાથે કોરોના વાયરસનો શંકાસ્પદ દર્દી જાહેરમાં થુંકે તો તેનાથી વાયરસ વધુ પ્રસરી શકે છે. આ સંભાવનાને જોતાં ગુજરાત સરકારે જાહેરમાં થુંકવા પર પ્રતિબંધ લાદી દીધો છે. જો કોઈ વ્યક્તિ જાહેરમાં થુંકશે તો તેને રૂપિયા 500 દંડ ફટકારવામાં આવશે.
રાજ્ય સરકારે મ્યુનિ. કોર્પોરેશન, નગરપાલિકા ઉપરાંત સૃથાનિક સ્વરાજ્યની સંસૃથાઓને જાહેરમાં થુંકનારા સામે પગલાં લેવા કડક સૂચના આપી દેવામાં આવી છે. ગુજરાત સરકારે કોરોના વાયરસ પ્રસરે નહીં તે માટે શક્ય તમામ પ્રયાસો હાથ ધર્યાં છે ત્યારે ગુજરાત માટે સારા સમાચાર છેકે, ગુજરાતમાં અત્યાર સુધી એક પણ કોરોના વાયરસનો પોઝિટીવ કેસ નોંધાયો નથી.
આ ઉપરાંત રાજ્યમાં તમામ ટ્યુશન કલાસિસો પણ બંધ રાખવામાં આવશે. આંગણવાડીઓને બંધ રાખવા સરકારે આદેશ કરી આપી દીધો છે. રાજ્ય શિક્ષણ વિભાગ સત્તાવાર રીતે પરિપત્ર જાહેર કરીને શાળા-કોલેજોને સૂચના આપશે. જોકે, હાલમાં ધો.10-12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે તે યથાવત રહેશે.
ગુજરાત સરકારે જાહેરમાં થૂંકવા પર લાદ્યો પ્રતિબંધ: જાહેરમાં થૂંકવા પર કેટલા રૂપિયા થશે દંડ? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Mar 2020 10:33 AM (IST)
રાજ્ય સરકારે કોરોના વાયરસના વધતાં પ્રમાણને જોતાં આજથી બે સપ્તાહ સુધી ગુજરાતમાં તમામ શાળા-કોલેજો ઉપરાંત આંગણવાડીઓ બંધ રાખવા નિર્ણય કર્યો છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -