નવસારીઃ નવસારીમાં દારૂ વેચવાની પ્રવૃત્તિ અટકાવવામાં નિષ્કાળજી બદલ મરોલી પોલીસ સ્ટેશનના 7 પોલીસ કર્મચારીઓને સસ્પેંડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરાયેલા પોલીસ કર્મચારીઓમાં એક ASI, એક હેડ કોંસ્ટેબલ અને પાંચ કોંસ્ટેબલોનો સમાવેશ થાય છે. તમામને તાત્કાલિક ધોરણે ફરજ પરથી મોકૂફ કરવામાં આવ્યા છે. નબળી કામગીરીને લઈને જિલ્લા પોલીસ વડાએ આ નિર્ણય લીધો હતો. ફરજ પરથી મોકૂફ કરાયેલા પોલીસ કર્મચારીઓમાં ASI સીતારામ ભોયે, હેડ કોન્સ્ટેબલ નિકુલપુરી ગોસ્વામી, કોન્સ્ટેબલ અતુલસિંહ ચૌહાણ, કોન્સ્ટેબલ ધર્મેશકુમાર ભોઈ, કોન્સ્ટેબલ નિતેશકુમાર ચૌધરી, શૈલેષકુમાર પરમાર, રમેશકુમાર ચૌધરીનો સમાવેશ થાય છે.


મહીસાગરમા અકસ્માતમાં ત્રણ યુવકોના મોત


મહીસાગરઃ મહીસાગરમાં એસ.ટી બસ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે. આ અકસ્માતમાં ત્રણ જણાના ઘટનાસ્થળે જ મોત થયા છે. મળતી જાણકારી અનુસાર મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના હીરાપુર ગામ પાસે આજે ST બસ અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં એક જ પરિવારના 3 યુવાનોના મોત થયા હતા. અમદાવાદ ઝાલોદ બસના ચાલકે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને ત્રણેયના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે.


સંતરામપુર તાલુકાના વાજીયાકોટના ડેમલી ફળિયામાં રહેતા બે સગાભાઇ અજય લાલસિંગ ખરાડી જયદીપ લાલસિંગ ખરાડી અને વિકાસભાઈ સોમાભાઈ ખરાડી આજે ઘરેથી હીરાપુર ગામ તરફ જવા નીકળ્યા હતા. તે સમયે હીરાપુર ગામ પાસે ઝાલોદ-અમદાવાદ ST બસ અને બાઇક સાથે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ ત્રણેય યુવાનોના મોત થયા હતા. સંતરામપુર પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચોઃ


જ્યોતિષની સાચી ભવિષ્યવાણીએ એક એન્જિનિયરને કરોડોપતિ બનાવી દીધો, જાણો શું છે એસ્ટ્રોટોક અને તેની સફળતાની કહાણી


 


Electric Cycle: 3 રૂપિયામાં 100 કિલોમીટર સુધી ચાલશે આ ઈલેક્ટ્રિક સાઇકલ, LED ડિસ્પ્લે અને ડિસ્ક બ્રેક જેવા ફીચર પણ મળશે


 


Covid-19 Omicron: શું એક જ વ્યક્તિને બે વખત સંક્રમિત કરી શકે છે ઓમિક્રોન ? જાણો વિગત


Deepika Padukone Fitness: દીપિકા પાદૂકોણ જેવું ફિગર ઈચ્છતા હોય તો ફોલો કરો આ ડાયેટ અને વર્કઆઉટ