ગાંધીનગર:ગુજરાત વિધાન સભા સત્રના બીજા દિવસે આજે કેગન રિપોર્ટ રજૂ કરાયા બાદ અમદાવાદની શ્રેય હોસ્પિટલ અને રાજકોટની ગાંધીનગર હોસ્પિટલમાં આગની તપાસનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. કમિશને રાજકોટ હોસ્પિટલનો 205 પાનાનો રીપોર્ટ અને અમદાવાદની શ્રેય હોસ્પિટલનો 232 પાનાનો રીપોર્ટ રજુ કર્યો છે.આ રિપોર્ટના તારણ મુજબ શ્રેય હોસ્પિટલમાં આગ લાગવા પાછળ એનું મેનેજમેન્ટ જવાબદાર છે.


અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગની ઘટના માટે હોસ્પિટલના મેનેજમેન્ટને જ જવાદાર માનવામાં આવ્યું હતું. હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના નિયમોનું સેરઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું આગ લાગ્યા બાદ અંદર રહે તેવી વ્યવસ્થા હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે. હોસ્પિટલમાં ફાયર એલાર્મ ન હતા. બારીઓ પણ પેક કરેલી હતી તેથી આગે અંદર જ ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું.


ઉદય શિવાનંદ હોસ્પિટલ આગનો મામલો


ઉલ્લેખનિય છે કે,ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આગ લાગી હતી.બેડ નંબર 103 પાસે આવેલ ધમણ વેન્ટીલેટરમાં લાગી આગ  હતી.103 બેડ ની પાસે આવેલ આગ પ્રસરતા બીજા વેન્ટીલેટરમાં આગ લાગી હતી.
વેન્ટીલેટર અને હ્યુમીડીફિર બન્નેએક બીજા સાથે કનકેટ હતા. ઓક્સીજન અને એરની પાઇપ પણ એક બીજા સાથે કનેટક હોવાથી આગ વધુ પ્રસરી હતી. આગ પ્રસરતા દર્દીના વાળમાં આગ લાગી અને ત્યારબાદ પુરૂ શરીર આગની ઝપેટમાં આવ્યું હતું. પેશન્ટ મોનીટર સિસ્ટમ 2 વર્ષ ની મર્યાદામાં હોય છે જે 5 વર્ષ પૂર્ણ થઈ ગયા હતા. ઉલ્લેખનિય છે કે, આગ દરમિયાન ઇમરજન્સી ગેટ બંધ હતો અને બ્લોક થઈ ગયો હતો

શ્રેય હોસ્પિટલમાં આગનો મામલો

આગ લાગી ત્યારે આગ બહાર જાય નહીં તેવી અવ્યવસ્થા ન હતી, બારીમાં  સ્ક્રૂ મારી દેવાયા હતા. જેતી આગ અંદર જ રહી હતી. આઇ.સી.યુ. માં સ્મોક ક ડિટેક્ટર ન  હતા,, ફાયર એલાર્મ પણ ન હતા. ઓટોમેટિક સ્પ્રિંકલર સિસ્ટમ પણ આપવામાં ન હતી આવી.