ગીર સોમનાથઃ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે કાબુમાં આવી રહ્યું છે. આજે મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે દર્શનાર્થે ખુલ્લાં રાખવાનો ફેંસલો લેવામાં આવ્યો હતો. મંદિરમાં  એક સમયે એક સાથે ૫૦થી વધુ દર્શનાર્થીઓ એકત્રીત ન થાય તેમજ એસ.ઓ.પી.નું પાલન અવશ્યપણે થાય તે સુનિશ્ચિત કરાયું હતું.


આ દરમિયાન રાજ્ય સરકારની નવી ગાઇડલાઇન પ્રમાણે સોમનાથ મંદિર 11 જૂનથી ભાવિકો માટે ખૂલશે. મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સ સહિત ગાઇડ લાઇનનું પાલન થશે. મંદિર સવારે 7.30 થી રાત્રે 8.00 વાગ્યા સુધી દર્શાનાર્થીઓ માટે ખુલ્લું રહેશે. સવાર, બપોર, સાંજની આરતીમાં ભાવિકોને પ્રવેશ આપવમાં નહીં આવે. દર્શન માટે ભાવિકોએ ઓનલાઇન અને ઓફલાઇન પાસ ફરજિયાત લેવાનો રહેશે.


ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર


રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં એક હજારથી પણ ઓછા  નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 644 કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે 10   દર્દીના મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9965 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 1675 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.  રાજ્યમાં હાલ સાજા થવાનો દર 97.11  ટકા છે.


રાજ્યમાં અત્યાર સુધી 7,94,703 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 13683 પર પહોંચ્યો છે. જેમાંથી 346 દર્દી વેન્ટિલેટર પર અને 13337 લોકો સ્ટેબલ છે.


આ પણ વાંચોઃ  મોદી સરકારે લીધો મોટો નિર્ણય, માતા-પિતાને કોરોના થાય તો કેન્દ્ર સરકારના કર્મચારીને મળશે 15 દિવસની સ્પેશિયલ કેઝ્યુઅલ લીવ


રૂપાણી સરકારે લીધો મોટો નિર્ણય, જાણો રાજ્યમાં કઈ તારીખથી બાગ-બગીચા, જીમ ખૂલશે


Cabinet Decisions: મોદી સરકારે ખેડૂતોને શું આપી મોટી ભેટ ? જાણો વિગત