નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના કર્મચારીઓના માતા-પિતા કે પરિવારના કોઈ આશ્રિત સભ્ય જો કોરોનાથી સંક્રમિત થાય તો તેમને આ સ્થિતિમાં 15 દિવસની સ્પેશિયલ કેઝ્યુઅલ લીવ (SCL) મળશે. કાર્મિક મંત્રાલય દ્વારા આ અંગેનો ઓર્ડર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, જો પરિવારના કોઈ સભ્યના માતા-પિતાને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે અને તેની 15 દિવસની એસસીએલ ખતમ થઈ જાય તો આ સ્થિતમાં સરકારી કર્મચારી તેના સંબંધીને હોસ્પિટલમાંથી રજા મળા સુધીમાં અન્ય કોઈ રજા આપી શકાશે.


મંત્રાલયે કોવિડ મહામારી દરમિયાન સારવાર, હોસ્પિટલમાં દાખલ, ક્વોરન્ટાઈન સહિત અનેક પ્રકારની સમસ્યાઓ સામે આવવા પર વિસ્તૃત આદેશ જાહેર કર્યો છે. જેમાં સરકારી કર્મચારીઓ સામે આ રહેલી પરેશાનીને ધ્યાનમાં રાખવામાં આવી છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ સરકારી કર્મચારી કોવિડ-19થી સંક્રમિત થાય અને તે ઘરે કે અન્ય જગ્યાએ ક્વોરન્ટાઈનમાં રહે તો તેને 20 દિવસની ગ્રાન્ટેડ કોમ્યુટેડ લીવ/SCL/EL આપી શકાશે.


20 દિવસ બાદ સરકારી કર્મચારીને હોસ્પિટલમાં રાખવો પડે તો..


કેન્દ્ર સરકારે તમામ મંત્રાલયો માટે જાહેર કરેલા આદેશમાં કહ્યું છે કે, જો કોવિડ સંક્રમિત આવ્યાના 20 દિવસ બાદ પણ સરકારી કર્મચારીને હોસ્પિટલમાં રાખવો પડે તો આ અંગે સંબંધિક દસ્તાવેજી પુરાવાના આધારે ગ્રાન્ટેડ કોમ્યુટેડ લીવ આપી શકાશે.


સરકારી કર્મચારી કોવિડ-19 સંક્રમિતના સીધા સંપર્કમાં આવે તો....


7 જૂનના જાહેર કરાયેલા આદેશમાં જો કોઈ સરકારી કર્મચારીના માતા-પિતા કે કોઈ આશ્રિત પરિવારના સભ્ય કોવિડ સંક્રમિત મળી આવે તો 15 દિવસની સ્પેશિયલ કેઝ્યુઅલ લીવ મળશે. જેમાં કહેવામાં આવ્યું છે કે જો સરકારી કર્મચારી કોઈ કોવિડ-19 સંક્રમિતના  સીધા સંપર્કમાં આવે અને ઘરમાં જ આઈસોલેટ થાય તો તેની સાત દિવસ માટે ડ્યૂટી વર્ક ફ્રોમ હોમ માનવામાં આવશે.


Aslo Read: રૂપાણી સરકારે લીધો મોટો નિર્ણય, જાણો રાજ્યમાં કઈ તારીખથી બાગ-બગીચા, જીમ ખૂલશે


માણસો 100 વર્ષ સુધી જીવતા રહે તે દિવસો દૂર નથી, હાવર્ડ યુનિવર્સિટીના પ્રોફેસરનો દાવો