પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે GCCI પ્રમુખને પત્ર લખ્યો હતો. શક્તિસિંહ ગોહિલે પત્રમાં ઉલ્લેખ કર્યો હતો કે નાના,મધ્યમ વેપારીઓને હેરાનગતિ થઇ રહી છે. પત્રમાં GSTની જોગવાઈને લીધે નાણાકીય ગેરરીતિઓનો ભોગ બનતો હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.




તેમણે પત્રમાં લખ્યું હતું કે સરકાર દ્ધારા જીએસટીને પીએમએલના કાયદા હેઠળ લાવવામાં આવ્યો હતો. નાના અને મધ્યમ વેપારીઓ જીએસટીની જોગવાઈના કારણે નાણાકીય ગેરરીતીઓ અને નાણાકીય કૌભાંડનો ભોગ બનતા હોય છે. ગુજરાતના નાના અને મધ્યમ ઉદ્યોગ-વેપારના હિતોનું રક્ષણ કરવું તે આપણી નૈતિક ફરજ છે.


તેમણે લખ્યું હતું કે હાલમાં સરકાર દ્ધારા જીએસટીને પીએમએલના કાયદા હેઠળ લાવવામાં આવ્યો જેનો ઉદેશ્ય નાણાકીય ગેરનીતિઓનો પર્દાફાશ કરવાનો છે. ગુજરાતના ઇમાનદાર નાના અને મધ્યમ વેપારીઓનો પણ જીએસટી જોગવાઇઓના કારણે નાણાકીય ગેરરીતિઓ અને નાણાકીય કૌભાંડનો શિકાર બનતા હોય છે. અને તેમની સાથે થતી છેતરપિંડીની ભરપાઇ તેમણે કરવી પડતી હોય છે. ત્યારે જીએસટી પીએમએલએ ને હેઠળ લાવવાથી પહેલેથી જ ટેક્સ ટેરરિઝમના શિકાર ગુજરાતના ઇમાનદાર અને નાના અને મધ્યમ વેપારીઓને વધુ એક કનડગતનો ભોગ બનવું પડશે.  નાણાકીય ગેરરીતિઓને ડામવાનો ઉદેશ્ય જરૂરી છે પણ તેની સાથે નાના અને મધ્યમ ઇમાનદાર વેપારીઓ અને ઉદ્યોગોને બિન જરૂરી કનડગત ન થાય અને ટેક્સ ટેરરિઝમનો વધુ ભોગ ન બને તેની બાંહેધરી પણ જરૂરી છે. જીએસટીને પીએમએલએ હેઠળ લાવવાના પગલા અંગે અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.


નોંધનીય છે કે તાજેતરમાં જ શક્તિસિંહ ગોહિલને સંસદની જાહેર હિસાબ સમિતિ (પીએસી) ની સબ કમિટી (સિવિલ 1) ના કન્વિનરની જવાબદારી સોંપવામાં આવી હતી. આ જવાબદારી મળ્યા બાદ તેમણે ટ્વિટ કર્યુ હતું.  જેમાં તેમણે લખ્યું હતું કે  મને આ જવાબદારી  સોંપવામાં આવી છે . આપ બધાની શુભ કામના ઈચ્છું છું કે આ મહત્વની જવાબદારી વહન કરવામાં સફળ રહું .


કોણ છે શક્તિસિંહ ગોહિલ?


કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહનો જન્મ 4 એપ્રિલ 1960માં ભાવનગર જિલ્લાના લિમડા ગામમાં થયો હતો. શક્તિસિંહ લિમડાના શાહી પરિવારના તે મોટા પુત્ર છે. જો શક્તિસિંહના અભ્યાસની વાત કરીએ તો તેઓએ બીએસસી,એલએલએમ, કોમ્પ્યૂટરમાં ડિપ્લોમા અને પત્રકારત્વમાં ડિપ્લોમાં કર્યું છે.