અમદાવાદઃ ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશનના કોન્ટ્રાકટરો દ્ધારા ગુજરાતમાં ચાલતા સરકારી કામોમાં વપરાતા મીટીરીયલ્સમાં છેલ્લા થોડા સમયમાં થયેલા ભાવવધારો આપવા તેમજ સરકારી કોન્ટ્રાકટરોને નડતા અન્ય પ્રશ્નો અંગે સરકારને રજૂઆત કરી હતી અને પોતાની કેટલીક માંગો સરકાર સમક્ષ મુકી હતી.  ગુજરાત સરકાર સમક્ષ થયેલી આ રજુઆતોનો રાજ્ય સરકાર દ્ધારા સ્વીકાર કરવામાં આવતાં સરકારી કોન્ટ્રાકટરોને પડતી મુશ્કેલીઓનો અંત આવશે. સરકારી કોન્ટ્રાકટરો દ્ધારા રાજ્ય સરકાર સમક્ષ કરવામાં આવેલી નીચે મુજબની ન્યાયિક માંગણીઓનો સરકાર દ્ધારા સ્વિકાર કરવામાં આવ્યો છે. 


1. ગુજરાત રાજ્યમાં બાંઘકામ ક્ષેત્રે વપરાતા  સ્ટીલ, સિમેન્ટ, ડામર, રેતી, કપચી, ઇંટો સહિતના મટિરિયલ તેમજ ટ્રાન્સપોર્ટેશન તેમજ અન્ય બિલ્ડીંગ મટીરીયલ્સ તેમજ કારીગરો  અને  મજૂરીનાં  ભાવોમાં  થયેલ અસહ્ય ભાવ વધારો આપવાની માંગ કરાઈ હતી. આ અંગે ગુજરાત સરકારના તમામ વિભાગોમાં ચાલતા કામોમાં જાન્યુઆરી 2021થી સપ્ટેમ્બર 2022 સુધીના 21 માસના થયેલ કામોમાં સિમેન્ટ, સ્ટીલ અને ડામરમાં સ્ટાર રેટ આપવામાં આવશે. સ્ટારરેટની લીમીટ દુર કરવામાં આવી છે. રીઝર્વ બેન્કના ઇન્ડેક્ષ પ્રમાણે ભાવ વધારો પણ મળશે. ગુજરાત સરકારના કામોમાં 12 મહિનાથી વધુથી સમયમર્યાદા વાળા કામોમાં પ્રાઇસ એસ્કેલેશન આપવામાં આવી છે. જેની સીલીંગ 5% છે તે યથાવત રખાઈ છે. જે કામોમાં 12 માસથી ઓછી સમયમર્યાદામાં પ્રાઇસ એસ્કેલેશન નથી. પરંતુ તે કામોની સમયમર્યાદા વધારો કરવામાં આવે તેવા થયેલ કામમાં જાન્યુઆરી 2021થી સપ્ટેમ્બર 2022 સુધીના સમયગાળામાં પ્રાઇસ એસ્કેલેશન આપવમાં આવશે. 


2.  સ્ટાન્ડર્ડ બીડીંગ ડોક્યુમેન્ટ (SBD)નો અમલ કરાવવાની માંગ અંગે હાલ પ્રક્રિયા ચાલુ. જે તા.01-04-2022 પછીના ટેન્ડરોમાં અમલ થશે. 3.  ટેન્ડરોની કિંમત GST સિવાયની કરવાની માંગ મંજુર (ટેન્ડર અંદાજ માટે) કરાઈ છે. 4.  શિડ્યુલ ઓફ રેટ્સ (SOR) અપડેટ કરવાની માંગમાં રેટ્સ તૈયાર કરેલ છે.


ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશનના પ્રમુખ અરવિંદ પટેલે જણાવ્યુ હતુ કે, ઉપરોક્ત અમારી  ન્યાયિક માંગણીઓ અંગે હકારાત્મક અભિગમ રાખી ગુજરાત સરકારે સ્વીકાર કરી તે બદલ  ગુજરાતના કોન્ટ્રાક્ટરો વતી ગુજરાતના  કોન્ટ્રાક્ટર્સ  એસોસિએશન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. આ બાબતમાં મદદરૂપ થવા બદલ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ તેમજ  ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશભાઇ મોદી, અને ગુજરાત રાજ્યના જુદા-જુદા વિભાગના સચિવઓનો પણ ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશનના તમામ હોદેદારોએ આભાર વ્યક્ત કર્યો હતો. 


અરવિંદ પટેલે વધુમાં જણાવ્યુ હતું કે, "ગુજરાત સરકારના હકારાત્મક અભિગમથી ગુજરાત સરકારના જાહેર બાંધકામના વિકાસલક્ષી કામો ઝડપથી અને સમયસર પુરા કરી શકાશે અને ગુજરાત રાજ્યના વિકાસને તેમજ તેનાથી રાષ્ટ્રના વિકાસને પણ ઝડપી બનાવી શકાશે. અમારી તા.08-01-2022થી ટેન્ડર નહિ ભરવાની ઝુબેશ આજરોજથી પરત લઈએ છીએ. અંદાજે 10000 કરોડથી (3500 થી વધારે ટેન્ડરો) વધારે રુપિયાના કામો ઓનલાઇ હતા જે હવે ટેન્ડરો કોન્ટ્રાકટરો દ્ધારા ભરવાના ચાલુ થશે." ભાવ વધારાનો અમલ મહાનગરપાલિકા, નગરપાલિકા,  નિગમો, સર્વશિક્ષા અભિયાન, અર્બન ડેવલપમેન્ટ ઓર્થોરીટી, જેટકો, જી.ઇ.સી.એલ, જી.આઇ.ડી.સી., પી.આઈ.યુ., ફિશરીશ ડીપાર્ટમેન્ટ, ટુરિઝમ, , પવિત્ર યાત્રાધામ વિકાસ નિગમ, પોલીસ હાઉસિંગ, જી.ડબલ્યુ.એસ.એસ.બી. સિંચાઇ, નર્મદા નિગમ, જી.યુ.ડી.એલ. વગેરે તમામમાં લાગુ પડશે.