State GST Raids: ગુજરાતમાં સ્ટેટ જીએસટી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે, રાજ્યમાં જુદાજુદા સેક્ટરમાં ચાલતી કરચોરીને અટકાવવા માટે મોટા દરોડાની કાર્યવાહી હાથ ધરી છે, જેમાં રાજ્યમાં કુલ 23 વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાંથી કુલ 52 સ્થળ પર 8.10 કરોડની વધુની કરચોરી પકડાઇ હતી. સ્ટેટ જીએસટી ડિપાર્ટમેન્ટે સુરત, વડોદરા, ડાંગ, ભાવનગર, ગાંધીનગર, મહેસાણા, રાજકોટમાં આ મોટા કાર્યવાહી હાથ ધરીને તપાસ હાથ ધરી હતી. 


કરચોરી અટકાવવા જીએસટી વિભાગે રાજ્યમાં કુલ 23 વેપારીઓના ત્યાં 52 સ્થળો પર દરોડા પાડ્યા હતા, ગઈકાલે સાંજથી રાજ્યમાં મોટા શહેરમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં સુરત, વડોદરા, ભાવનગર, ગાંધીનગર, મહેસાણા, રાજકોટ, નવસારી અને ડાંગમાં 52 સ્થળો પર જીએસટી વિભાગે દરોડા પાડ્યા હતા અને 8 કરોડ 10 લાખની કરચોરી પકડી પાડી હતી. આમાં સુરતમાં ચૌટાની પટેલ બેંગલ્સ, રિંગ રૉડના ટૂર એન્ડ ટ્રાવેલર્સ અને સાપુતારાની 7 હૉટલમાં દરોડા પાડ્યા હતા. જ્યાં બંગડીના વેપારી ત્યાથી સવા કરોડ રૂપિયાની કરચોરી ઝડપાઈ, તો નવસારીના મરોલી વિસ્તારમાં ગુપ્તા ટ્રાન્સપોર્ટમાં GST વિભાગે તપાસ કરી હતી.


GST Collection સપ્ટેમ્બરમાં 10 ટકા વધ્યું


સપ્ટેમ્બરમાં GST કલેક્શન 10 ટકા વધીને રૂ. 1.62 લાખ કરોડથી વધુ થયું છે. તે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ચોથી વખત રૂ. 1.6 લાખ કરોડના આંકડાને વટાવી ગયો છે.  દેશમાં જીએસટીથી થનારી મહેસૂલી આવક (GST Collection) માં વાર્ષિક આધારે  મજબૂત વૃદ્ધિ જોવા મળી રહી છે. સપ્ટેમ્બર મહિનાની વાત કરીએ તો ભારતમાં જીએસટી કલેક્શનનો આંકડો 1.62 લાખ કરોડને આંબી ગયો હતો. જે  એક વર્ષ પહેલાની તુલનાએ 10.2 ટકા વધુ છે.   મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રાએ આજે જીએસટી કલેક્શન વિશે માહિતી આપતાં આ જાણકારી આપી છે. સરકાર દ્વારા જારી કરાયેલા ડેટા અનુસાર સપ્ટેમ્બર 2023માં કુલ GST આવક 1.62 લાખ કરોડ રૂપિયાથી વધુ હતી. ગયા મહિને ઓગસ્ટમાં કુલ GST આવક 1,62,712 કરોડ રૂપિયા હતી.


જેમાં સેન્ટ્રલ જીએસટી રૂ. 29,818 કરોડ, સ્ટેટ જીએસટી રૂ. 37,657 કરોડ, ઇન્ટીગ્રેટેડ જીએસટી રૂ. 83,623 કરોડ (માલની આયાત પર એકત્રિત કરાયેલા રૂ. 41,145 કરોડ સહિત) અને સેસ રૂ. 11,613 કરોડ (સામાનની આયાત પર એકત્રિત કરાયેલ રૂ. 881 કરોડ સહિત) હતો. સપ્ટેમ્બરમાં GST કલેક્શન 10 ટકા વધીને રૂ. 1.62 લાખ કરોડથી વધુ થયું છે. તે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ચોથી વખત રૂ. 1.6 લાખ કરોડના આંકડાને વટાવી ગયો છે.  


નાણા મંત્રાલયનું નિવેદન 


નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર 2023ની આવક ગયા વર્ષના સમાન મહિનામાં રૂ. 1.47 લાખ કરોડની GST આવક કરતાં 10 ટકા વધુ હતી. નાણાકીય વર્ષ 2023-24માં સપ્ટેમ્બર દરમિયાન, ઘરેલુ વ્યવહારોમાંથી (સેવાઓની આયાત સહિત) આવક ગયા વર્ષના સમાન મહિના દરમિયાન આ સ્ત્રોતોમાંથી પ્રાપ્ત થયેલી આવક કરતાં 14 ટકા વધુ છે. આ ચોથી વખત છે જ્યારે GST કલેક્શન રૂ. 1.60 લાખ કરોડને વટાવી ગયું છે.  


ચોથી વખત GST કલેક્શન રૂ. 1.60 લાખ કરોડના આંકડાને પાર


સરકારી આંકડામાંથી મળેલી માહિતી અનુસાર, સરકારે ગત વર્ષે  સપ્ટેમ્બર મહિનામાં GST કલેક્શન મારફતે 1.47 લાખ કરોડ રૂપિયાની આવક કરી હતી.  જૂન ત્રિમાસિક દરમિયાન મહેસૂલી આવકમાં 14%થી વધુની વૃદ્ધિ થઈ હતી. નાણાકીય વર્ષ 2023-24માં આ ચોથી વખત છે જ્યારે GST કલેક્શન રૂ. 1.60 લાખ કરોડના આંકડાને પાર કરી ગયું છે. નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર 2023ની આવક ગયા વર્ષના સમાન મહિનામાં રૂ. 1.47 લાખ કરોડની GST આવક કરતાં 10 ટકા વધુ હતી.