અમરેલી: સુરતથી આવતી સૂર્યોદય ટ્રાવેલ્સમાંથી તલાજા વિજપડી વચ્ચે 15 લાખ રોકડા ભરેલી બેગની ચોરી થઈ હતી. ચોરીના પગલે અમરેલી જિલ્લા પોલીસ તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો વિજપડી પહોંચી આગળની તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે, આજે સુરતથી આવી રહેલી સૂર્યોદય ટ્રાવેલ્સમાંથી તલાજા વિજપડી વચ્ચે 15 લાખ રોકડા ભરેલી બેગની રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગઈ હતી. ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી હતી. અને પોલીસને પ્રાથમિક તપાસમાં આ પૈસા રાજુલા તાલુકાના વાવેરા ગામના ભુરાભાઈ સોલંકી સુરત એમરોડેરીવાળાના હોવાનું જાણવા મળ્યું હતું. આગળની તપાસ માટે સાવરકુંડલા રૂલર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આધારે આગળની તજવીજ હાથ ધરી છે.