વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બે દિવસના ભારત પ્રવાસે આવી રહ્યા છે. તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પ પણ સાથે આવશે. ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ ભારત આવશે. ટ્રમેપ અને મેલાનિયા અમદાવાદ અને દિલ્હીની મુલાકાત લેશે. અમદાવાદમાં તેઓ પ્રધાનમંત્રી મોદી સાથે હજારો લોકોને સંબોધિત કરશે. આ કાર્યક્મ મોટેરા સ્ટેડિયમમાં યોજાશે, જેના તડામાર તૈયારીઓ પ્રશાસન દ્વારા શરૂ દેવામાં આવી છે.

ટ્રમ્પે ક્યારે કર્યુ ટ્વિટ ?

ભારતીય સમય પ્રમાણે શનિવારે સવારે 5.08 કલાકે ટ્રમ્પે એક ટ્વિટ કર્યુ. જેમાં તેમણે પીએમ મોદી અને ફેસબુકના સીઇઓ માર્ક ઝકરબર્ગનો ઉલ્લેખ કર્યો છે.

ટ્ર્મ્પે ટ્વિટ કરીને શું લખ્યું?

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કરીને લખ્યું છે કે, "મને લાગે છે આ શ્રષ્ઠ સન્માન છે, નહીં. માર્ક ઝકરબર્ગે તાજેતરમાં એવું કહ્યું હતું કે ફેસબુક પર ડોનાલ્ડ ટ્રમ્પ નંબર-1 છે. બીજા નંબર પર ભારતના વડાપ્રધાન મોદી છે. હકીકતમાં હું બે અઠવાડિયામાં ભારત જઈ રહ્યો છું. હું આ ઘડીને આતુરતાથી રાહ જોઈ રહ્યો છું."


ટ્રમ્પની ભારત યાત્રાની તારીખ જાહેર થયાના એક દિવસ બાદ વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિએ પત્રકારોને કહ્યું, તે(મોદી) મહાન પરુષ છે અને હું ભારતમાં જવા આતુર છું. ટ્રમ્પે એક પ્રશ્નનના ઉત્તરમાં સંકેત આપ્યા હતા કે તેઓ ભારત સાથે વેપાર સમજૂતી પર હસ્તાક્ષર કરવા ઈચ્છુક છે.

ટોલ પ્લાઝા પર આજથી 29 ફેબ્રુઆરી સુધી ફ્રી મળશે FASTag, જાણો શું કરવું પડશે