ગાંધીનગર : ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને લઈને કેંદ્રીય આરોગ્ય વિભાગની ટીમ શુક્રવારે ફરી એક વખત ગુજરાત આવશે. દિલ્હીથી આવનારી ચાર સભ્યોની ટીમ સુરત અને અમદાવાદમાં કોરોનાની સ્થિતિ અંગેની સમિક્ષા કરશે. સુરત અને અમદાવાદના કેન્ટેઈનમેન્ટ વિસ્તારની મુલાકાત લઈ સાંજે પત્રકાર પરિષદ કરશે.

નીતિ આયોગના સભ્ય વિનોદ પાલ, ICMRના ડાયરેક્ટર જનરલ બલરામ ભાર્ગવ, AIIMSના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયા ને એડિશનલ સેક્રેટરી આર.પી.આહુજા ગુજરાત આવશે. કોરોના સંક્રમણની સ્થિતિને કાબુમાં લેવા કરાઈ રહેલા પ્રયાસ અને ધનવંતરી રથની સમિક્ષા કરશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને અમદાવાદ અને સુરતમાં કોરોનાના કેસ સૌથી વધુ છે. બુધવારે સુરત કોર્પોરેશનમાં 173, અમદાવાદ કોર્પોરેશનમાં-159, સુરત -63, અમદાવાદમાં 14 કેસ નોંધાયા હતા.

સુરતમાં કોરોના સંક્રમણ અટકાવવા હવે અમદાવાદની પેટર્ન અપનાવાશે. આરોગ્ય ધન્વંતરી રથમાં રેપીડ ટેસ્ટ કરી પોઝિટિવ દર્દીને તાત્કાલિક આઈસોલેટ કરાશે. પૂર્વ SMC કમિશ્નર થેંનારાસનને સુપર સ્પ્રેડર્સના ટેસ્ટિંગની કામગીરી સોંપાઈ છે.