Road Accident: ભાવનગર-અમદાવાદ હાઈવે પર  ભયંકર રોડ અકસ્માત થયો છે. અહીં પૂરપાટ ઝડપે આવતા વાહને પદયાત્રાળુના સંઘને કચડી નાખ્યા. દુર્ઘટનામાં 3 પદયાત્રીના કમકમાટીભર્યા મૃત્યુ નિપજ્યાં છે, જ્યારે 4 લોકોને ગંભીર ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને ભાવનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ખેડા જિલ્લાના વરસોલાથી ભાવનગર યાત્રાળુઓનો સંઘ જતો હતો. ઓવર સ્પીડમાં આવતા વાહને પદયાત્રીને કચડીને ફરાર થઇ ગયો હતો. સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ અજાણ્યું વાહન ટ્રક હોવાની બાતમી મળી છે. પોલીસે સમગ્ર મામલે કેસ નોંધીને તપાસ હાથ ધરી છે.


બનાસકાંઠાના પાલનપુર ડીસા હાઇવે પર પણ રોડ  અકસ્માતે એકનો ભોગ લીઘો હતો. પાલનપુરના દેવપુરા બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો. ઇકો અને ટ્રેલર વચ્ચે  ભયંકર અકસ્માત  સર્જાયો હતો. રોડ અકસ્માતમાં 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જ્યારે એકનું મોત થયું છે. અકસ્માત એટલો ભયંકર હતો કે,  બ્રિજ પર લોકોના ટોળેટોળા ઉમટી ગયા હતા. થોડો સમય માટે ટ્રાફિક પણ અવરોધાયો હતો.  મૃતક ઇકો ચાલક મડાણા ગામના ઉમેદજી ઠાકોર હોવાનું  જાણવા મળ્યું છે. રોડ અકસ્માત બાદ પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસ ધટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતક ની લાશને પીએમ અર્થે હોસ્પિટલમાં  મોકલી હતી. ઇકો માં સવાર અન્ય બે લોકોને  પણ અકસ્માતમાં ગંભીર ઇજા પહોંચી હતી. જેને સારવાર અર્થે તાબડતોબ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.